Modasa News: મોડાસા શહેરમાં રખડતા ઢોરનો આતંક જળવાયો છે. સહયોગ ચોકડી પાસે રખડતા ઢોરે હુમલો કર્યો છે. સહયોગ ચોકડી પાસે ઢોરે મોટરસાઇકલને અડફેટે લેતા મહિલા ઇજા પામી છે. ઢોરે રીતસરનો પીછો કરીને મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાને ગાયે શીંગડા મારીને ઇજા પહોંચાડી હતી.
આસપાસના લોકોએ દોડી આવીને ઢોરને દૂર ભગાડીને મહિલાને બચાવી લીધી હતી. આસપાસના લોકોને દોડી આવીને મહિલાએ બચાવી લીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
મોડાસા શહેરના દરેક વિસ્તારમાં રખડતા ઢોરોના રંજાડનો ત્રાસ વધી રહ્યો છે. પશુમાલિકો દૂધ નીકાળ્યા પછી ઢોરોને રસ્તા પર રઝળતા મૂકી દે છે, જે શહેરી વિસ્તારોની જનતાને નુકસાન પહોંચાડે છે. મોડાસા શહેરમાં સ્ટેશન વિસ્તારની આસપાસ બિલકુલ આ પ્રકારની પરિસ્થિતિ છે. તેના લીધે જાનમાલને નુકસાન થાય છે. અફડાતફડીનો માહોલ છવાય છે. આ પ્રકારના ઢોર રંજાડ બાબતે નક્કર કામગીરી બજાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.
હજી પાંચ દિવસ પહેલાં જ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. મોડાસાની બાગે નિશત સોસાયટીમાં 5 વર્ષના બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શેરીમાં રમી રહેલા માસૂમ બાળક પર અચાનક શ્વાને હુમલો કરીને બાળકના ગાલ પર બચકાં ભર્યા હતા. જેને લીધે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
શ્વાનના હુમલા બાદ કેટલાંક સ્થાનિકોએ બાળકને શ્વાનના મો માંથી છોડાવીને ઇજાગ્રસ્ત માસૂમને સારવાર માટે ખસેડ્યો હતો. હાલ, ઇજાગ્રસ્ત બાળકને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ વિસ્તારમાં 10 થી વધુ બાળકો રખડતાં શ્વાનનો ભોગ બન્યા હતા. જેને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે. હવે રખડતા શ્વાન બાબતે પાલિકા કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી બની ગયું છે.
આ પણ વાંચો: વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા
આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં 150 કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં
