gujarat rain/ હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઠંડરસ્ટોર્મ એક્ટિવિટીથી….

Top Stories Gujarat Breaking News
Image 2024 06 18T083136.883 હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી

Ahmedabad News:  હવામાન વિભાગે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઠંડરસ્ટોર્મ એક્ટિવિટીથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

અમદાવાદ, દાહોદ, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે. સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જ્યારે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમરેલીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી: ત્રીજા દિવસે વાતાવરણ પલટાયું, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ