Surendranagar News : સુરેન્દ્રનગરના દસાડાથી પાટડી જતા મુખ્ય હાઈવે પર અમૃત હોટેલ પાસેથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ માહિતીને આધારે દારૂ ભરેલી ઈનોવા અને અર્ટીંગા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂ.5,85,100 નો દારૂ, રોકડ રકમ, બે મોબાઈલ અને બન્ને વાહનો કબજે કર્યા હતા.
પોલીસે આ કેસમાં ભજનલાલ એ.બિશ્નોઈ અને પપ્પુરામ જે. ખિલેરીની ધરપકડ કરી હતી. બન્ને આરોપી રાજસ્થાનના વતની છે. જ્યારે 8 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં ઈનોવા કારમાં દારૂનો જથ્થો મોકલનાર, માલવણ ચોકડી પાસે દારૂ મંગાવના અને બન્ને કારના માલિક સહિત 8 આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારીનું અમેરિકામાં નિધન
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

