તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ વાળા નિવેદન પર હજુ વિવાદ યથાવત છે. ભાજપ દ્વારા ઉધયનિધિ પર હિન્દુઓના નરસંહારની અપીલ કરવાનો આરોપ લગાવ્યો છે, જેના પર ડીએમકે નેતાએ પ્રતિક્રિયા આપી છે. ઉધયનિધિએ કહ્યું કે, તેઓ સનાતન ધર્મની ટીકાના તેમના નિવેદન પર અડગ છે, પરંતુ તેમણે ક્યારેય નરસંહારનું આહ્વાન કર્યું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ANIના રિપોર્ટ અનુસાર, ઉધયનિધિ સ્ટાલિને મીડિયા સાથે વાત કરતા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યાં છે કે, હિન્દુઓના મેં નરસંહાર માટે કહ્યું છે. જ્યારે પીએમ મોદી કહે છે કોંગ્રેસ મુક્ત ભારત, તો શું એનો મતલબ એવો થાય છે કે, કોંગ્રેસીઓને મારી નાખવા જોઈએ?
જોકે, આ દરમિયાન ડીએમકેના નેતાએ ફરી એકવાર તેમના નિવેદનને સમર્થન આપ્યું અને કહ્યું, “હું ફરીથી કહી રહ્યો છું કે મેં માત્ર સનાતન ધર્મની ટીકા કરી છે અને સનાતન ધર્મને ખતમ કરવો જોઈએ. હું આ વાત સતત કહીશ.”
ઉધયનિધિએ કહ્યું- ભાજપ I.N.D.I.A ગઠબંધનથી ડરે છે
ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિને વધુમાં કહ્યું કે, સનાતન શું છે? સનાતન એટલે કંઈપણ બદલવું જોઈએ નહીં અને બધું જ કાયમી છે. પરંતુ દ્રવિડ મોડલ બદલાવની વાત કરે છે અને કહે છે કે દરેક વ્યક્તિ સમાન હોવા જોઈએ. ભાજપ મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે. ફેક ન્યૂઝ ફેલાવવાનું તેનું સામાન્ય કામ છે
ઉધયનિધિએ કહ્યું કે, તેઓ મારી સામે જે પણ કેસ દાખલ કરે છે તેનો સામનો કરવા હું તૈયાર છું. ભાજપ I.N.D.I.A ગઠબંધનથી ડરી ગઈ છે અને તેઓ તેમનું ધ્યાન ભટકાવવા માટે આ બધું કહી રહ્યા છે. ડીએમકેની નીતિ ‘એક કુળ, એક ભગવાન’ છે.
ઉધયનિધિએ સનાતન પર શું કહ્યું?
શનિવારે (2 સપ્ટેમ્બર) ચેન્નાઈમાં આયોજિત કોન્ફરન્સમાં ડીએમકે નેતા ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી. તેનો અંત લાવવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું,”કેટલીક વસ્તુઓ છે જેને આપણે દૂર કરવાની છે અને આપણે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ, કોરોના અને મેલેરિયા એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતનમ (સનાતન ધર્મ) પણ તે જ છે. અમારું પ્રથમ કાર્ય સનાતનનો વિરોધ કરવાનું નથી પરંતુ તેને ખતમ કરવાનો છે.
આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો
ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન પર BJP IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે,તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ભારતની 80% વસ્તીના નરસંહાર માટે આહ્વાન કર્યું છે.”
આ પણ વાંચો: Chandrayaan 3 Updates/ ચંદ્ર પર ચંદ્રયાન-3 ની વધુ એક મોટી છલાંગ, ઈસરોએ જાહેર કર્યો Vidro
આ પણ વાંચો: Salangpur Issue/ સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ, સુપ્રસિદ્ધ માઈ મંદિરના પીઠાધિશ્વરે પણ ઝંપલાવ્યું
આ પણ વાંચો: Dhirendra Shastri/ “બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી”ને જાનથી મારી નાખવાની મળી ધમકી: યુવકે કહ્યું-“બાબાનું મોત મંડરાઈ રહ્યું છે”
