પોરબંદર,
રોડ અકસ્માતને અટકવા માટે જ્યારે સરકાર નવા ટ્રાફિક નિયમને લાવી રહી છે. તો બીજી બાજુ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતની ઘટનામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના પોરબંદરથી સામે આવી છે જ્યાં એક અમીનાબેન ગફાર ભાઈ અગવાન વૃદ્ધાને ઇનોવા કારે અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજયું હતુ.
મળતી માહિતી અનુસાર પેઢલા ગામ પાસે પોરબંદર નેશનલ હાઇવે પર આ હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક વૃદ્ધા જેતપુરથી ધોરાજી તરફ જઈ રહ્યાં હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલ ઇનોવા કારે અમીનાબેન ગફાર ભાઈ અગવાન (વૃદ્ધા)ને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
