Gujarat News/ પ્રયાગરાજમાં વધુ એક ગુજરાતી શ્રધ્ધાળનું મોત

ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો

Top Stories Gujarat Breaking News

Gujarat News : મહાકુંભથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રયાગરાજમાં વધુ એક શ્રધ્ધાળુનું મોત નીપજ્યુ છે. રાજકોટના કિરીટસિંહ રાઠોડનું મોત થયું હતું. ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

રાજકોટ ખાતે બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કિરીટસિંહ રણજીતસિંગ રાઠોડ તેમનાં પરિવાર તેમજ મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા. ત્યારે અચાનક તેઓને શ્વાસ ચડતા રાયબરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. તેમનાં મૃતદેહને ગત રોજ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. ઘરના મોભીનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.મહાકુંભમાં જવા માટેના બુકિંગ ટ્રાવેલ્સ એજન્સીઓએ બંધ કર્યા છે.

મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા છે.

તેમજ મૌની અમાસના દિવસે કુંભમેળામાં દુર્ઘટના ઘટી હતી. મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી જવાના લીધે નાસભાગ થઈ હતી.ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા મહાકુંભ મેળામાં કેમ્પમાં મોટી આગ લાગી હતી જેમાં ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મંદિરમાં ચોરી કરીને જંગલમાં છુપાયેલા ચોરને પોલીસે ગજબની ટ્રીકથી ઝડપ્યો

આ પણ વાંચો:આણંદ:પૂજારી મંદિરમાં ચોરી કરી ફરાર ગોપીનાથ

આ પણ વાંચો:ધણેજ ગામે પીઠડઆઈ માતાનાં મંદિરમાં ચોરી, તસ્કરોના કારસ્તાન CCTVમાં થયા કેદ, ચાંદીના 20