Ahmedabad News/ પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, જમીન સંબધિત કેસમાં કોર્ટે આપ્યો ચૂકાદો

જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્માને કોર્ટે તમામ પુરાવા અને દલીલો સાંભળ્યા બાદ દોષિત ઠેરવ્યા હતા

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત જાહેર થયા હતા. પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. ત્યારે આ મામલે કોર્ટે હવે પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા ફટકારી છે.

પૂર્વ IAS પ્રદીપ શર્મા (IAS Pradeep Sharma) સામે ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે કેસ ચાલી જતાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલે વિશેષ અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્માને કોર્ટે તમામ પુરાવા અને દલીલો સાંભળ્યા બાદ દોષિત ઠેરવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજમાં (Bhuj) સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે પૂર્વ IAS પ્રદીપ શર્માને (IAS Pradeep Sharma) વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જો કે, અન્ય 2 કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ સાબિત થયા છે. સરકારી અધિકારી તરીકે સત્તાનાં દુરુપયોગ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રદીપ શર્માને ACB ની કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા છે. જણાવી દઈએ કે, અગાઉ કોર્ટે જમીન PMLA સહિતની કાર્યવાહીમાં ચુકાદા પર સ્ટેની અરજી ફગાવી હતી. સુપ્રીમકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી ચુકાદો મોકૂફ રાખવા અરજી કરાઈ હતી.

માહિતી અનુસાર, સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, ACB ની કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા આ કેસમાં જૂના નિયમો મુજબ સજા આપવામાં આવે. લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને પણ ધ્યાને લેવામાં આવે. પ્રદીપ શર્માની 70 વર્ષની ઉંમર છે અને સિનિયર સિટિઝન છે તેને પણ ધ્યાને લેવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની દાણચોરીનો મોટો પર્દાફાશ, 15 કિલો હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં ભંગારના વેપારી પર GSTનો દરોડો: 50 કરોડની કરચોરી પકડાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા