Not Set/ AAP સરકારે માન્યુ કન્હૈયા કુમાર નથી દેશદ્રોહી, આપી ક્લિનચીટ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયાને રાજદ્રોહનાં કેસમાં રાહત મળી શકે છે. દિલ્હી સરકારે જેએનયુ વિદ્યાર્થી સંઘનાં ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર અને જે વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે, તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસની વિનંતીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારનાં ગૃહ વિભાગે સ્વીકાર્યું છે કે, જેએનયુ […]

Top Stories India

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયાને રાજદ્રોહનાં કેસમાં રાહત મળી શકે છે. દિલ્હી સરકારે જેએનયુ વિદ્યાર્થી સંઘનાં ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર અને જે વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે, તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસની વિનંતીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હી સરકારનાં ગૃહ વિભાગે સ્વીકાર્યું છે કે, જેએનયુ કેમ્પસમાં 9 ફેબ્રુઆરી, 2016 નાં રોજ બનેલી ઘટનામાં તેમના પર કોઈપણ પ્રકારનાં દેશદ્રોહનો આરોપ લગાવી શકાય નહીં. જો કે, આ કેસમાં આગામી સુનાવણી 18 સપ્ટેમ્બરે કોર્ટમાં થવાની છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર લાંબા સમયથી માનતી રહી છે કે કન્હૈયા કુમાર દેશદ્રોહી નથી અને હવે તેના પર સરકારનાં ગૃહ વિભાગની પણ મહોર લાગી ગઇ છે. ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી નોંધમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જેએનયુ કેમ્પસમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મામલાની તપાસમાં કન્હૈયા દ્વારા તે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેવું સાબિત થયું નથી.

મળતી માહિતી મુજબ, કન્હૈયા કુમાર વિરુદ્ધ દિલ્હી સરકારની પરવાનગી લીધા વિના ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં દિલ્હી સરકારે કહ્યું છે કે તેઓ તેની તપાસ કરશે અને સંપૂર્ણ કાનૂની સલાહ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી નોંધમાં જણાવાયું છે કે કન્હૈયા દ્વારા કોઈ દેશદ્રોહી સુત્રો લગાવવામાં આવ્યા નહોતા અને તેમણે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ પર હુમલો કર્યો નથી અને આઈપીસીની કલમ 124 A હેઠળ કન્હૈયા સિવાય અન્ય 10 આરોપીઓ સામે કાર્યવાહીની મંજૂરીનો કોઈ કેસ બનતો નથી.

સરકારે કહ્યું છે કે, કન્હૈયા વિરુદ્ધ દિલ્હી સરકારે ચાર્જશીટ રજૂ કરી છે તેના આધારે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, જે પછી કોઈ નિર્ણય આવી શકે છે. ગૃહ વિભાગે આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવાની ઉતાવળ અંગે પોલીસને પણ સવાલો કર્યા છે. વિભાગે જણાવ્યું હતું કે, ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ પોલીસે આ સંદર્ભે વિભાગની મંજૂરી માંગી હતી. વળી  દિલ્હી પોલીસે કહ્યું છે કે તેઓ ચાર્જશીટ ફાઇલ કરવાના એક કલાક પહેલા મંજૂરી માટે અરજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.