Gujarat News/ મંત્રી નિમુબેન બાંભણીયાએ શિહોર-સોનગઢ રેલવે સ્ટેશનની લીધી મુલાકાત

લોકોને પડતી હાલાકીને ત્વરિત નિર્ણય કરી ઉકેલ કરવા વિભાગને દિશા નિર્દેશ અને જરૂરી સુચનો કર્યાં

Top Stories Gujarat Breaking News

Gujarat News : ગ્રાહક, બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ આજે શિહોર રેલ્વે જંક્શન અને સોનગઢ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જન સુખાકારી માટે જન સુવિધાઓમાં વધારો કરવા, રેલ્વે સ્ટેશનને બ્યુટીફીકેશન કરવા અને લોકોને પડતી હાલાકીને ત્વરિત નિર્ણય કરી ઉકેલ કરવા વિભાગને દિશા નિર્દેશ અને જરૂરી સુચનો કર્યાં હતા.

આ મુલાકાત દરમિયાન ડી.આર.એમ. રવિશકુમારજી, પી. એસ. જાગૃતિબેન શિંગળા, આઈ.આર.ટી.એસ. માશૂકભાઈ અહેમદ અને રેલ્વે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગ્રાહક, બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ આજ રોજ પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ સાથે ડી.આર.એમ. ઓફિસ ખાતે બેઠક કરી હતી. મુખ્યત્વે હાલ સુધી ક્યાં કામો પૂર્ણ થયાં છે, ક્યાં કામો પ્રગતિ પર છે અને ભવિષ્યમાં ક્યાં કામોનું આયોજન છે તે મુદ્દાઓ અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.

ભાવનગર-સુરત રેલ કનેક્ટીવીટી, વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ તેમજ વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ બાબતે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડ, ડી.આર.એમ. રવિશકુમારજી, એ.ડી.આર.એમ. હિમાંશુ શર્માજી, આઈ.આર.ટી.એસ. માશૂકભાઈ અહેમદ, પી. એસ. જાગૃતિબેન શિંગળા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની દાણચોરીનો મોટો પર્દાફાશ, 15 કિલો હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં ભંગારના વેપારી પર GSTનો દરોડો: 50 કરોડની કરચોરી પકડાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા