ભોપાલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરનાર પ્રજ્ઞા ઠાકુર માટે એક સારા સમાચાર છે. હકીકતમાં વિશેષ એનઆઇએ ન્યાયાલયે પ્રજ્ઞા સિંહ ઠાકુરની ઉમેદવારી રદ કરવાની અરજી ફગાવી દીધી છે. ન્યાયાલયે ચૂકાદો સંભળાવતા કહ્યું હતું કે ન્યાયલય પાસે લોકસભાની ચૂંટણીમાં કોઇને ઉમેદવારી રદ કરવાનો કોઇ અધિકાર નથી. આ કામ ચૂંટણી અધિકારીઓનું છે. આ ન્યાયાલય કોઇપણ ઉમેદવારને ચૂંટણી લડતા રોકી ના શકે.
Special NIA Court: In ongoing elections this Court does not have any legal powers to prohibit anyone from contesting elections,It is job of electoral officers to decide. This court can't stop the accused number 1 from contesting elections, this application is negated https://t.co/00zQNRqxME
— ANI (@ANI) April 24, 2019
એનઆઇએ ન્યાયાલયમાં પ્રજ્ઞા સિંહ ઠાકુરની ચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની અરજી કરનાર અરજીકર્તાના વકીલે દલીલમાં કહ્યું હતું કે પ્રજ્ઞા બિમારીને કારણે કોર્ટની કાર્યવાહીમાં સામેલ નથી થઇ તે બાબતમાં તથ્ય નથી કારણ કે તે પ્રચારમાં સંપૂર્ણપણે સ્વસ્થ લાગી રહી છે.
