Gujarat Election/ ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી ભાજપ સત્તા હાંસિલ કરશે, ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે: અમિત શાહ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી પોર્મ ભરવા માટે ભારે જન મેદની સાથે નીકળ્યા છે, તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રભાતચોક
મુખ્યમંત્રીનું ખેસ પહેરાવી કર્યુ સ્વાગત
કેસરિયા રેલીનો યોજાયો ભવ્ય કાર્યક્રમ
સાધુ સંતોએ CMનું કર્યુ ભવ્ય સ્વાગત
CMએ બુકે આપી અમિત શાહનું કર્યુ સ્વાગત
ગુજરાતમાં ફરી બનશે ભાજપની સરકાર
હાલના CM અને ભાવિ CM ભૂપેન્દ્ર પટેલ
અહીં ઘણા સમાજના આગેવાનો ઉપસ્થિત
ભાજપ તમામ રેકોર્ડ તોડી સરકાર બનાવશે
1990થી ભાજપે તમામ રેકોર્ડ તોડી જીતનો રેકોર્ડ સ્થાપ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે જન મેદની સાથે નીકળ્યા છે, તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. આ કેસરિયા રેલીમાં ખુબ મોટી સંખ્યામાં જન સમર્થન જોવા મળી રહ્યો છે. આ રેલીમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા અને તેમણે મુખ્યમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું. આ કાર્યક્મમાં સીએમએ બુકે આપીને અમિત શાહનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે આ કેસરિયા રેલીમાં કહ્યું  કે  ભાજપ તમામ રેકોર્ડ તોડી ને ભાજપ ફરીવાર સત્તા પર આવશે. હાલના મુખ્યમંત્રી એજ બનશે ભાવિ સીએમ બનશે

ઉલ્લેખનીય છે કે જન સમર્થન સાથે કેસરિયા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ રેલી પતાવ્યા બાદ મુખ્યમંત્રી ઉમેદવારી ફોર્મ ભરશે.