Vadodara News/ ખાખરાના પેકેટમાં ગંભીર બેદરકારી! વડોદરાના કામ્યા ગૃહ ઉદ્યોગ પર મનપાના ફૂડ વિભાગના દરોડા

Vadodara Food Inspection: વડોદરાના કામ્યા ગૃહ ઉદ્યોગમાં ખાખરાના પેકેટ પર બેચ નંબર અને એક્સપાયરી ડેટ ન હોવાની ફરિયાદ બાદ મનપાના ફૂડ વિભાગે તપાસ કરી હતી. પામોલિન તેલનો નમૂનો લઈ સંચાલકો સામે નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Food Inspection: વડોદરામાં 1 ખાખરા ઉત્પાદક સામે મોટી કાર્યવાહી, પામોલિન તેલનો નમૂનો લેવાયો

Vadodara News: વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી હાથ ધરી (Vadodara Food Inspection) છે. ખાસવાડી સ્મશાન નજીક આવેલા કામ્યા ગૃહ ઉદ્યોગ ખાતે ખાખરાના પેકેટ પર જરૂરી વિગતો ન હોવાની ફરિયાદ મળતાં અધિકારીઓએ ઓચિંતી તપાસ કરી હતી. આ દરમિયાન પામોલિન તેલનો નમૂનો લેવામાં આવ્યો હતો અને લેબલિંગના નિયમોના ભંગ બદલ સંચાલકોને નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Vadodara Food Inspection: ખાખરાના પેકેટ પર જરૂરી વિગતો ન હોવાની ફરિયાદ

એક જાગૃત ગ્રાહકે ફૂડ સેફ્ટી વિભાગ (Food Safety Department)ને ફરિયાદ કરી હતી કે કામ્યા ગૃહ ઉદ્યોગના ખાખરાના પેકેટ પર બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ જેવી ફરજિયાત વિગતો દર્શાવવામાં આવતી નથી. આ ફરિયાદના આધારે અધિકારીઓની ટીમે ઉત્પાદન સ્થળે તપાસ હાથ ધરી હતી.

પામોલિન તેલનો નમૂનો લેબોરેટરીમાં મોકલાયો

અધિકારીઓએ ઉત્પાદન સ્થળ, કિચન, કાચા માલના સ્ટોરેજ અને ખાખરા (Khakhra) બનાવવાની તથા પેકિંગ કરવાની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ખાખરા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પામોલિન તેલ (Pamolein Oil)નો નમૂનો લેવામાં આવ્યો હતો. તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેલની ગુણવત્તા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સંચાલકોને નોટિસની કાર્યવાહી

તપાસ દરમિયાન અધિકારીઓએ એકમના સંચાલકોને ખાદ્ય પદાર્થોના પેકિંગ અને લેબલિંગના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. સાથે જ ઉત્પાદન સ્થળે સ્વચ્છતા અને હાઈજિન જાળવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિડ્યુઅલ-4ના નિયમો હેઠળ નોટિસ આપવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા, નારણપુરાની ભજીયા-પકોડાની દુકાન અને વટવાનું ભારત ફૂડ એકમ સીલ

આ પણ વાંચો: અમદાવાદના ગોતામાંથી 10 ટન નકલી સોસ ઝડપાયો, ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો: ઝેર પીરસતી ફેક્ટરી ઝડપાઈ! ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા