@અમિત રૂપાપરા
સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તેમજ તેમની ગેંગને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ 33 કિલો કરતાં વધુ ગાંજાના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા 3,32,000 રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે સુરત રેલ્વે સ્ટેશનની સામે આવેલી એક હોટલ પાસેથી એક ઈસમ ગાંજાનો મુદ્દામાલ લઈને પસાર થવાનો છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની સામે આવેલી તિરૂપતિ ઇન્ટરનેશનલ હોટલ પાસે વોચ રાખવામાં આવી હતી.
જ્યારે રસ્તા પરથી રંજન ઉર્ફે પપ્પુ ગૌડા નામનો ઈસમ પસાર થતો હતો. ત્યારે તેને ઉભો રાખી તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા પોલીસને 33 કિલો 21 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેથી પોલીસ દ્વારા રંજન ઉર્ફે પપ્પુ ગૌડાની ધરપકડ કરવામાં આવી છે. આ આ ઈસમની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે ગોકુલ નગર સિદ્ધિ ગણેશ નગર હાઉસિંગ બોર્ડ સચિનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી 33 કિલો 21 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત 3,32,000 સો રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ 260 રૂપિયા રોકડા, ટ્રોલી બેગ આમ કુલ મળી પોલીસ દ્વારા 3,38,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે ઓરિસ્સાના ગંજામ ખાતેથી તેના સાગરીતો દીપક સ્વઇ, આકાશ પ્રધાન અને કાનુ ઉર્ફે કનૈયા પ્રધાન સાથે મળીને ગાંજો ટ્રેનમાં સુરત લઈ આવ્યો હતો અને સુરત શહેરમાં બીચિત્ર પ્રધાન ઉર્ફે કાલીયા નામના ઇસમને ગાંજો આપવાનો હતો.
હાલ પોલીસ દ્વારા અન્ય ઈસમોને પકડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રંજન અન્ય ત્રણ ઈસમો સાથે ટ્રેન મારફતે આ ગાંજો લાવ્યો હતો પરંતુ અન્ય ત્રણ ઈસમો ભાગવામાં સફળ રહ્યા છે અને રંજન પોલીસના હાથે ઝડપાયો છે.
આ પણ વાંચો:રાજકોટમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવી મૂર્તિકારની પડી ભારે, જવું પડ્યું જેલ
આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું
