જાહેરનામાનો ભંગ/ રાજકોટમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવી મૂર્તિકારની પડી ભારે, જવું પડ્યું જેલ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાલભવનની અંદર 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિ બનાવતા મૂર્તિકાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરનામાની અમલવારી થાય તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat Rajkot
Untitled 175 10 રાજકોટમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવી મૂર્તિકારની પડી ભારે, જવું પડ્યું જેલ

શ્રાવણના તહેવારો બાદ રાજ્યમાં ગણેશ ઉત્સવની ધૂમ મચી જતી હોય છે. આ વર્ષે રાજકોટમાં ગણેશોત્સવમાં 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિના સ્થાપન પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.ત્યારે આવામાં ગણપતિની નવ ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવનાર મૂર્તિકાર સામે નોંધાયો ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાલભવનની અંદર 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિ બનાવતા મૂર્તિકાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરનામાની અમલવારી થાય તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવતા હોવાનું સામે આવ્યું હતું. 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની સાત મૂર્તિ જોવા મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. પ્રદીપ પ્રાણ કૃષ્ણપાલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ વર્ષે ગણેશ મહોત્સવનો પ્રારંભ 18 સપ્ટેમ્બરથી થવાનો છે. જેને લઇને પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ પહેલા ગણેશ મહોત્સવને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે મુજબ 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કે વેચાણ પણ કરી શકાશે નહીં. ગણેશ વિસર્જન નક્કી કરાયેલા સ્થળો સિવાય અન્ય કોઈ જગ્યાએ કરી શકાશે નહીં. ગણેશ પંડાલોમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો ફરજિયાત રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો