Not Set/ નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા,સપાટી 131 મીટરને પાર, કાંઠા વિસ્તારના 42 ગામો એલર્ટ પર

નર્મદા, નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા છે.નર્મદા ડેમની સપાટી તેના હાઇએસ્ટ લેવલ 131.20 મીટર સુધી પહોંચી છે.ડેમના 10 દરવાજા 0.92 સેન્ટિમીટર સુધી એક સાથે ખોલાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ25 દરવાજા 0.92 […]

Top Stories Gujarat Others
aade નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા,સપાટી 131 મીટરને પાર, કાંઠા વિસ્તારના 42 ગામો એલર્ટ પર

નર્મદા,

નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા છે.નર્મદા ડેમની સપાટી તેના હાઇએસ્ટ લેવલ 131.20 મીટર સુધી પહોંચી છે.ડેમના 10 દરવાજા 0.92 સેન્ટિમીટર સુધી એક સાથે ખોલાયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ25 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે.

સરદાર સરોવર ડેમ અને કરજણ ડેમમાંથી નર્મદા અને કરજણ નદીમાં ભારે માત્રામાં પાણી છોડવામાં આવનાર હોઇ ગરૂડેશ્વર , તિલકવાડા અને નાંદોદ તાલુકાના નદી વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેતી રાખવા વિનંતી છે.નિચાણવાળા વિસ્તારમાં અને નદીકાંઠામાં અવર જવર નહી કરવા નર્મદા કલેકટર દ્વારા અપીલ કરાઈ છે.

તકેદારીના પગલાના ભાગરૂપ ક્લાસ વન શ્રેણીના 10 અધિકારીઓને નર્મદાના કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.