જેલની સજા/ ‘જજ પર ચંપલ ફેંકવાના મામલે’ આરોપીને 18મહિનાની કેદ

ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિ અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરી પર ચપ્પલ ફેંકવાના મામલે આજે ગ્રામ્ય કોર્ટે આરોપીને આકરી સજા સંભળાવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી ભવાનીદાસ માયારામ બાવાજી માર્ગીને ચાલુ કોર્ટે ન્યાયમૂર્તિ પર ચપ્પલ ફેંકી સરકારી કામમાં રુકાવટ બદલ 9 વર્ષ બાદ આરોપીને 18 મહિનાની કેદની સજા ફટકારી છે. લાંબા સમય સુધી […]

Gujarat
jail 'જજ પર ચંપલ ફેંકવાના મામલે' આરોપીને 18મહિનાની કેદ

ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ન્યાયમૂર્તિ અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરી પર ચપ્પલ ફેંકવાના મામલે આજે ગ્રામ્ય કોર્ટે આરોપીને આકરી સજા સંભળાવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી ભવાનીદાસ માયારામ બાવાજી માર્ગીને ચાલુ કોર્ટે ન્યાયમૂર્તિ પર ચપ્પલ ફેંકી સરકારી કામમાં રુકાવટ બદલ 9 વર્ષ બાદ આરોપીને 18 મહિનાની કેદની સજા ફટકારી છે.

લાંબા સમય સુધી કેસ નહીં ચાલતો હોવાથી અકળામણમાં આવીને આરોપીએ એપ્રિલ 2012માં ઓપન કોર્ટમાં જજ પર ચપ્પલ ફેંક્યું હતું. આ અંગે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે અવલોકન કર્યું કે, આરોપીને પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો ખોટો શિરસ્તો પડી જાય.

કેસ ચાલતો નથી તો કોર્ટની અવગણના કરવી અને જજ પર ખોટી રીતે ગુનાહિત બળપ્રયોગ કરવો અને ત્યારબાદ પ્રોબેશનનો લાભ લઈને છૂટી જવું.

આ ઉપરાંત કોર્ટે અવલોકન કર્યું કે આરોપીને પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો ન્યાયતંત્રની ગરિમા પર લાંછન લાગે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012ના ગુના સામે આરોપીને નવ વર્ષ બાદ એટલે 3 જૂન 2021ના રોજ સજા સંભળાવવામાં આવી છે.