ગુજરાત/ અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી

શહેરમાં અસમાજીક તત્વો બેફામ બન્યા છે. ડાયમંડ કિંગ કહેવાતા સુરતની હવે શિસ્ત બદલાઈ છે. શહેરમાં અસમાજીક તત્વોના આંતક વધવા લાગ્યો છે.

Top Stories Gujarat Surat

સુરત : શહેરમાં અસમાજીક તત્વો બેફામ બન્યા છે. ડાયમંડ કિંગ કહેવાતા સુરતની હવે શિસ્ત બદલાઈ છે. શહેરમાં અસમાજીક તત્વોના આંતક વધવા લાગ્યો છે. અસમાજીક તત્ત્વો બેફામ બનતા ગાડી પર TV PRESSનું બોર્ડ લગાવી દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે. અસમાજીક તત્વોની ગુંડાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શહેરમાં અસમાજીક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. વાયરલ થયેલ વિડીયોમાં દેખાય છે કે અસમાજીક તત્વો કોઈ કારણસર 4 થી 5 શખ્સો લોકોને માર મારી રહ્યા છે. આ લોકો કોઈપણ કારણ વિના જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારતા હોવાનું સામે આવ્યું છે. અસમાજીક તત્ત્વો પોતાની દાદાગીરી બતાવતા રીતસર રોડ બાનમાં લઇ લોકોને માર મારે છે અને ગાળા ગાળી પણ કરી રહ્યા છે. લોકો સાથે બીભત્સ ગાળા ગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા.

સોશિયલ મીડિયામાં આ વીડિયો સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા જોવા મળ્યા. આ લોકો કોણ છે અને તેમની શું ઓળખ છે હજુ સુધી તેની વિગતો પ્રાપ્ત થઈ નથી. મંતવ્ય ન્યુઝ આ વાયરલ વીડિયો ની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાર્દિક-નતાશાના લગ્નમાં પંડિતજી કન્યાદાનની શોધમાં હતા, બાદમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપરે આ જવાબદારી લીધી

આ પણ વાંચો:તેલુગુ સુપરસ્ટારે અભિનેત્રીને ધક્કો માર્યો, હંસલ મહેતાએ કહ્યું, ‘કોણ છે આ ખરાબ માણસ?’

આ પણ વાંચો:ફિલ્મો કરતાં ગીતો પર પૈસા વરસાવતા ફિલ્મમેકરો, જાણો ટ્રેન્ડની શરૂઆત કેવી રીતે થઈ…