અમદાવાદ,
રાજસ્થાનના રાજકારણમાં દિગ્ગજ ગણાતા અને કોંગ્રેસના પુર્વ મહામંત્રી ચન્દ્ર રાજ સંઘવીએ ગુજરાતની આવનાર ચૂંટણી વિશે જણાવ્યું કે ગુજરાતીઓ હજુ પણ નરેન્દ્ર મોદીને ચાહે છે અને આવનાર ચૂંટણીઓમાં વડાપ્રધાનના ચહેરાને ધ્યાનમાં રાખીને લોકો મત નાંખશે.
ગુજરાતની મુલાકાતે આવેલા ચંન્દ્ર રાજ સંઘવીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોની ભાવુકતા સમજે છે અને ગુજરાતના લોકો પણ ભાવનાત્મક રીતે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા હોઇ અહીં સરકાર તો ભાજપની બને તેવા પુરા ચાન્સ છે.ચૂંટણીના અંતિમ તબક્કામાં નરેન્દ્ર મોદી ભાવનાત્મક ભાષણ આપીને ગુજરાતની પ્રજાના દિલ જીતી લેશે..
હાર્દિક-અલ્પેશ અને જીગ્નેશ ફેક્ટર વિશે ચંન્દ્ર રાજ સંઘવીએ કહ્યું કે આ યુવાનો હજુ લવ-કુશ લેવલની લડાઇ લડી રહ્યાં છે,તેમણે રામ-લક્ષ્મણ લેવલ પર આવતા વાર લાગશે.
એક સમયે કોંગ્રેસના પુર્વ વડાપ્રધાન નરસિંમ્હા રાવની નજીક રહી ચુકેલા ચંન્દ્ર રાજ સંઘવીએ કોંગ્રેસમાં ચાલતા આંતકરિક કલહો વિશે કહ્યું કે નેતાગીરીમાં આપસી મતભેદો ઘણા હોવાને કારણે ચૂંટણીઓમાં પક્ષનું જીતવું અઘરૂ પડે છે.
ગુજરાત અને આવતા વર્ષે આવી રહેલી રાજસ્થાનની ચૂંટણીઓ અંગે ચંન્દ્ર રાજ સંઘવીએ કહ્યું કે અમે ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતું જીતી શકે તેના ત્રીજા પરિબળોના ઉમેદવારોને ટેકો આપીશું,ભલે પછી તે અપક્ષ કેમ ના હોય.
