Dahegam News : દહેગામ તાલુકાના કડજોદરા ગામે ખેડૂત(Farmer) અને પશુપાલકોનું મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. ડેરી સંબંધિત વિવાદને લઈને આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં સ્થાનિક પશુપાલકો હાજર રહ્યા હતા.
સંમેલનમાં ખેડૂતોમાં ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પશુપાલકોએ તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ રજૂ કરી સરકાર સમક્ષ યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી.

ખેડૂતો (Farmer)અને પશુપાલકોની ચેતવણી
ખેડૂતો અને પશુપાલકોએ ચેતવણી આપી કે જો સરકાર તરફથી જલ્દી કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
