Rajkot News : રાજકોટમાં સોપાન હાઈટ્સ બિલ્ડિંગની સ્વિમિંગ પૂલ પાસે રમતા બે સગા બાળકો (ભાઈ-બહેન) ડૂબી (Drowning)જતા મોતને ભેટ્યા છે. ઘટનાની જાણ થતાં જ બાળકોના માતા-પિતા અને બિલ્ડિંગના રહેવાસીઓ તરત સ્થળે પહોંચ્યા. બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો. યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક દીપેશ કરણભાઈ ભંડારી (ઉમ્ર 7 વર્ષ) અને દેપસીકા કરણભાઈ ભંડારી (ઉમ્ર 5 વર્ષ)ના પરિવારનો ઉદ્ભવ નેપાળમાં છે. પરિવાર હાલમાં માત્ર 14 દિવસથી સોપાન હાઈટ્સમાં સફાઈ કામ માટે આવેલો હતો.
ઘટના બપોરે 2:30 થી 3:30 વચ્ચે બની હતી, જયારે બાળકો રમતા રમતા સ્વિમિંગ પૂલ પાસે પહોંચી ગયા હતા. આ બનાવે પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: કોડિનારમાં માતા સહિત બે બાળકીના ડૂબી જવાથી મોત
આ પણ વાંચો: જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત, તળાવમાં નહાવા ગયા અને ડૂબી ગયા!
આ પણ વાંચો: અમદાવાદમાં નળ સરોવરમાં ડૂબી જવાથી યુવાનનું મોત, પરિવારમાં શોકનું મોજું
