Vadodara News: વડોદરા LCBએ વ્હેલની ઉલટી (Whale’s Ambergris) સાથે 6 શખ્સને ઝડપી પાડી રૂપિયા 1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ એક શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા LCB ઝોન-2એ તરતું સોનું એવી 5 કિલો એમ્બરગ્રીસ (Ambergris) ઝડપી પાડી છે, જેની બજાર કિંમત આશરે 1 થી 2 કરોડ રૂપિયા જેટલી થાય છે. સુરતથી વડોદરા એમ્બરગ્રીસ વેચવા આવેલો શખ્સ ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ધ માર્ક કોમ્પલેક્સનાં ગ્રાઉન્ડમાં સ્વીફ્ટ કારમાં વ્હેલ માછલીની ઉલટીનું વેચાણ કરવાની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી FSLમાં મોકલી આપ્યો છેેે.
ડી. ડિવિઝન પોલીસે જણાવ્યું કે, વ્રજ દવે નામનો આરોપી વ્હેલની ઊલટી લઈ આવ્યો હતો, જેન માટે 6 લોકો એમ્બરગ્રીસ ખરીદવા આવ્યા હતા. પોલીસે 6 લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એલસીબી, ફોરેસ્ટ ઓફિસરની ટીમે રેડ પાડી 5 કિલો જેટલું એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું હતું.
અગાઉ ભાવનગર જિલ્લામાંથી વ્હેલ (Whale)ની ઉલટી (Ambergris)માંથી ઉત્પન્ન થતો પદાર્થ એમ્બરગ્રીસ ઘણી વખત જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે, ભાવનગર SOG પોલીસે કરોડોની કિંમતનો એમ્બરગ્રીસ (Ambergris) જપ્ત કર્યો છે. એમ્બરગ્રીસ (Ambergris) સાથે એક વ્યક્તિ પકડાયા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતો. તો બીજી બાજુ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને મોટી સફળતા મળી હતી. વ્હેલના આંતરડામાં ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ; ખાસ કરીને પરફ્યુમ અને ચાઇનીઝ દવાઓ બનાવવામાં વપરાય છે.
વ્હેલ (Whale)ની ઉલટીમાંથી ખૂબ જ ખરાબ ગંધ આવે છે. જોકે, થોડા સમય પછી ઓછી થઈ જાય છે. પરફ્યુમમાં એમ્બરગ્રીસ (Ambergris)નો ઉપયોગ કરવાથી તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, ઘણી કંપનીઓ વ્હેલ (Whale)ની ઉલટી માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર છે. પરફ્યુમ સિવાય વ્હેલની ઉલટી (Ambergris)નો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. જાતીય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખાસ કરીને દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સિગારેટનો સ્વાદ ચડાવવા માટે પણ ઉલટી (Ambergris)નો ઉપયોગ થાય છે. વ્હેલની ઉલટીને તરતું સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો:કેમ કરોડોમાં વેચાય છે ‘વ્હેલ વોમિટ’, ભારતમાં છે પ્રતિબંધ
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વ્હેલની એમ્બરગ્રીસ સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા
