Rajkot News : રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે બહ્મ સમાજમાં નારાજગી ફેલાઈ છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજના ધારાસભ્યને મંત્રી બનાવવાની માંગ ઉઠી છે. જેમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રી બનાવવાની માંગણી થઈ રહી છે.
આ સાથે સૌરાષ્ટ્ર-કચ્ચે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન ભરત ઓઝાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી હોવાનું રહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્વ. ચીમનભાઈ શુક્લના સમયમાં જન સંઘની શરૂઆત થઈ અને ભાજપના પાયા નાખવામાં બ્રાહ્મણોએ લોહી રેડયું હતું.
ઉપરાંત પ્રમુખ ડો. માધવ દવે હોવા છતાં કશ્યપ શુક્લ, રામભાઇ મોકરીયાની અવગણના થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ગામડે ગામડે જઇ બ્રહ્મણોને જાગૃત કરીશ. તેમણે બ્રહ્મ સમાજને અન્યાય કરનારા સામે લડીશું, એમ કહ્યું હતું.
આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજી કોટેશ્વર મંદિરમાં થઈ ચોરી, 21 લાખનું ચાંદીનું થાળુ થયું ગાયબ!
