Banas kantha News:બનાસકાંઠા જિલ્લાના અંબાજી તાલુકા ખાતે આવેલું પવિત્ર કોટેશ્વર શક્તિપીઠ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મંદિરના પરિસરમાં ચોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઇસમો દ્વારા 21 લાખ કિંમતનું ચાંદીનું થાળું ચોરી કરાયું હોવાનું સામે આવ્યું છે.

4 ઓગસ્ટે હજુ દાનમાં આવ્યું હતું
સૂત્રો અનુસાર, આ થાળું જોધપુરના એક ભક્ત દ્વારા ગત 4 ઓગસ્ટે અર્પણ કરવામાં આવ્યું હતું. એટલે કે, દાન આપ્યા બાદ માત્ર 15 જ દિવસમાં આ કીમતી ચાંદીનું થાળું ચોરી થઈ ગયું છે. મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક છે, જે અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે.
શું હતી ઘટના !
ચોરીની ઘટના રવિવારે લગભગ 12.10 વાગ્યે બની હતી. ચોરોએ શિવ મંદિરના તાળાં તોડીને અંદર પ્રવેશ કર્યો અને ત્યાંથી કીમતી થાળું ચોરી ગયા. સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસને તાત્કાલિક જાણ થતા મંદિર પરિસરને સુરક્ષા માટે બંધ કરવામાં આવ્યું હતું.

પોલીસની કાર્યવાહી
સૂત્રો મુજબ, થોડા જ સમયમાં પોલીસની ડોગ સ્કવોડ તથા ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે.
શિવ ભક્તો અને સ્થાનિક ભક્તો દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડી કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટના માત્ર કીમતી ચાંદીનું થાળું ચોરી જ નહીં પરંતુ ભક્તોના શ્રદ્ધા-વિશ્વાસને આઘાત પહોંચાડે તેવી ગણાય છે. મંદિર ટ્રસ્ટ તરફથી પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારાની માંગણી કરવામાં આવી છે. અંબાજી વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મંદિર પરિસરમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
[fvplayer id=”26″]
આવનારા સમયમાં આવી ઘટનાઓને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તાકીદ થઈ રહી છે. અંબાજી પંથકના ભક્તો આશા રાખે છે કે જલ્દી જ આરોપીઓને પકડીને ભક્તિભાવને ન્યાય મળશે.
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠાના થરાદમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોને હાલાકી
આ પણ વાંચો: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ઝડપાયો 3.95 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો, દુકાનદાર સામે તપાસ શરૂ
આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ દયનીય બની
