Ahmedabad News/ અમદાવાદમાં વિઝાની લાલચ આપી યુવકનું અપહરણ

અમદાવાદમાં વિઝા ફ્રોડનો અને તેની સાથે-સાથે માનવ તસ્કરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમા ડિજિટલ હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે આરોપી કિંજલ શાહની ધરપકડ કરી છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં વિઝા ફ્રોડનો અને તેની સાથે-સાથે માનવ તસ્કરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમા ડિજિટલ હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે આરોપી કિંજલ શાહની ધરપકડ કરી છે.

અમદાવાદના યુવકને વર્ક વિઝાના બહાને બેંગકોક ખાતે બોલાવવામાં આવ્યો હતો. તેના પછી યુવકનો પાસપોર્ટ લઈને તેને થાઇલેન્ડ બોર્ડર પરથી મ્યાનમાર લઈ જવામાં આવ્યો હતો. મ્યાનમારમાં યુવકને સાઇબર ફ્રોડને લગતી તાલીમ આપવામાં આવી હતી. યુવકને ભારત પરત આવવા માટે તેની પાસેથી રૂ. 3.50 લાખ પડાવવામાં આવ્યા હતા. આરોપીએ મોકલેલા સ્કેનરમાં યુવકે રૂ. 3.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

આરોપીઓએ પાસપોર્ટ પરત આપતા યુવક ભારત પરત આવી ગયો હતો. આરોપી કિંજલ શાહની સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બાબત બતાવે છે કે ગુજરાતમાં સાઇબર ફ્રોડ જ નહીં તેની સાથે-સાથે માનવ તસ્કરી પણ થઈ રહી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની સક્રિયતાથી આરોપી તો ઝડપાઈ ગયા છે, પણ હવે આ આરોપી આંતરરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સાથે કઈ રીતે જોડાયેલો છે કે કયા પ્રકારની સાંઠગાંઠ ધરાવે છે તેની પણ તપાસ થઈ રહી છે.

પોલીસનું માનવું છે કે સાઇબર ફ્રોડ હવે કોઈ એકાદનું કામ રહ્યું નથી. તેની પાછળ આખી ટોળકી સંકળાયેલી હોય છે. તેથી કિંજલ શાહ આવી જ કોઈ સાઇબર ક્રાઇમ ગેંગનો હિસ્સો હોઈ શકે છે. પોલીસ તેના પગલે સઘન તપાસ કરી રહી છે. પોલીસને લાગે છે કે આ કિંજલ શાહની પૂછપરછથી આ કેસના અનેક તાણાવાણા ખૂલી શકે છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે અગાઉ પણ આ પ્રકારના કેસોની તપાસ કરી છે, પણ આ કેસ અલગ જ તરી આવતુ હોવાનું મનાય છે. પોલીસ હવે તેની સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ કરી રહી છે. કેસનો વ્યાપ જોતાં આગામી દિવસોમાં તેની સાથે તપાસમાં સીઆઇડી જોતરાય તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Visa Fraud/આણંદમાં વિઝા ફ્રોડઃ ડોલર લેવા જતાં રૂપિયા પણ ખોવાના આવ્યા

આ પણ વાંચો: Mahesana News/કેનેડાના PRના બહાને મહેસાણાના દંપતી સાથે 25 લાખનો ફ્રોડ

આ પણ વાંચો: Anand News/આણંદમાં ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું કૌભાંડ