Gandhinagar News/ ગુજરાતના સરકારી શિક્ષણ તંત્રની ચિંતાજનક તસવીર, 2,936 શાળાઓ માત્ર એક જ શિક્ષક પર આધારિત!

નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાતમાં 2,936 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકના (Teacher) ભરોસે ચાલી રહી છે, જ્યારે 78 વિદ્યાર્થી વિનાની શાળાઓમાં પણ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Teacher

Gandhinagar News:નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા અહેવાલ “ભારતમાં શાળા શિક્ષણ પ્રણાલી: ગુણવત્તા વૃદ્ધિ માટે ટેમ્પોરલ વિશ્લેષણ અને નીતિ માર્ગદર્શક”માં ગુજરાતના સરકારી શિક્ષણ વ્યવસ્થાની વહીવટી વિસંગતતા અને ગુણવત્તાની કથળેલી સ્થિતિ સામે આવી છે. UDISE+ ૨૦૨૪-૨૫ના આંકડા પર આધારિત આ રિપોર્ટ રાજ્યમાં શિક્ષકોની (Teacher) અસમાન વિતરણ, શૂન્ય પ્રવેશવાળી શાળાઓ અને વિદ્યાર્થી વિનાની શાળાઓમાં પણ શિક્ષકોની નિમણૂક જેવી ગંભીર સમસ્યાઓને ઉજાગર કરે છે.

રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 63 સરકારી શાળાઓ એવી છે જ્યાં વર્તમાન વર્ષે એક પણ બાળકે પ્રવેશ લીધો નથી. આનાથી વિપરીત, 78 શાળાઓમાં કોઈ વિદ્યાર્થી ન હોવા છતાં શિક્ષકોની (Teacher) નિમણૂક કરવામાં આવી છે.

સૌથી ચિંતાજનક આંકડો એ છે કે રાજ્યમાં 2,936 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના (Teacher) ભરોસે ચાલી રહી છે. આ શાળાઓમાં કુલ 1,05,134વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એક જ શિક્ષકને અનેક ધોરણો, વહીવટી કામો, મધ્યાહ્ન ભોજન અને અન્ય જવાબદારીઓ સંભાળવી પડે છે, જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મોટા પડકારો ઊભા થયા છે.

રાજ્યમાં 2,936 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના (Teacher) ભરોસે

રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે માટે પ્યુપિલ-ટીચર રેશિયો (PTR) મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. ઉપલબ્ધ આંકડા મુજબ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સરેરાશ 24 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક (Teacher) ઉપલબ્ધ છે,જે વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધ્યાન આપવા માટે અનુકૂળ ગણાય છે. સેકન્ડરી શાળાઓમાં આ અનુપાત 27 વિદ્યાર્થીઓ પ્રતિ શિક્ષક છે, જ્યારે હાયર સેકન્ડરી સ્તરે સરેરાશ 25 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક કાર્યરત છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં વિવિધ શિક્ષણ સ્તરે શિક્ષકોની ઉપલબ્ધતા સંતોષકારક છે અને શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે માનવસંસાધનનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સરેરાશ કરતાં આ રેશિયો વધુ છે, જે મલ્ટી-ગ્રેડ ટીચિંગ અને વ્યક્તિગત ધ્યાનના અભાવ તરફ નિર્દેશ કરે છે.સરકારી પ્રવાસો વચ્ચે વાસ્તવિકતારાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશોત્સવની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. મંત્રીઓ અને અધિકારીઓ વિદ્યાર્થી પ્રવેશ માટે અભિયાન ચલાવે છે. તેમ છતાં, આ અહેવાલમાં સરકારી શાળાઓ તરફ માતા-પિતાનો વિશ્વાસ ઘટતો હોવાનું પરોક્ષ રીતે સ્પષ્ટ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક શિક્ષકવાળી (Teacher) શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આ આકડો 2022-23માં 1,754થી વધીને 2,936 થયો છે.


આ પણ વાંચો:નીતિ આયોગના અહેવાલમાં ખુલાસો,ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ચિંતાજનક સ્તરે

આ પણ વાંચો:આજે નીતિ આયોગની 9મી બેઠક, વિરોધ પક્ષના ઘણા મુખ્યમંત્રીઓ ભાગ નહીં લે

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’નું વિમોચન કર્યું