Mexico News:મેક્સિકોના પુએબ્લામાં એક વ્યક્તિએ ગોળી મારીને (Mass Shooting) 10 લોકોની હત્યાની ઘટના સામે આવી છે. અધિકારીઓ અનુસાર આ ઘટના પૂર્વ-મધ્ય મેક્સીકન રાજ્ય પુએબ્લાના તેહુઇટ્ઝિંગો શહેરમાં બની હતી. બંદૂકના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા. પુએબ્લાની જાહેર સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. રવિવારે વહેલી સવારે આ બધાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફેડરલ અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.
અગાઉ પણ હત્યાઓ થઈ છે
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું નથી કે હત્યાઓમાં કોઈ શંકાસ્પદ છે કે નહીં. ફેબ્રુઆરીની શરૂઆતમાં, પુએબ્લા રાજ્યના બીજા શહેર હુએહુએટલાન એલ ગ્રાન્ડેમાં છ લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના થોડા દિવસો પછી, પુએબ્લાની રાજધાનીમાં એક વાહન પર થયેલા હુમલામાં (Mass Shooting) ત્રણ લોકો માર્યા ગયા હતા. પુએબ્લાના ગવર્નર અલેજાન્ડ્રો આર્મેન્ટાએ હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. મધ્ય મેક્સિકોમાં તાજેતરમાં કાર્ટેલ હિંસામાં વધારો થયો છે, જેના કારણે 800 થી 1,000 પરિવારોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

યુક્રેનમાં બંદૂકધારીએ ગોળી મારી (Mass Shooting) 6 લોકોની હત્યા કરી
ગયા મહિને યુક્રેનની રાજધાની કિવમાં પણ આવી જ ઘટના બની હતી. એક બંદૂકધારીએ સુપરમાર્કેટમાં લોકોને બંધક બનાવ્યા હતા અને બાદમાં છ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. જોકે, હુમલાખોરને બાદમાં પોલીસે ગોળી મારીને ઠાર માર્યો હતો. યુક્રેનિયન ગૃહ મંત્રાલયના વડા ઇહોર ક્લિમેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ખાસ પોલીસ ટુકડીએ બંધક બનાવનાર સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયા પછી, પોલીસ સ્ટોરમાં પ્રવેશી હતી. તેમણે ઉમેર્યું હતું કે બંદૂકધારીએ ધરપકડનો પ્રતિકાર કર્યો હતો અને પોલીસે તેને ગોળી મારીને મારી નાખ્યો હતો. મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે ગોળીબાર (Mass Shooting) હોલોસિવસ્કી જિલ્લામાં થયો હતો.
આ પણ વાંચોઅમેરિકાના ન્યુ મેક્સિકોના પાર્કમાં અનેક ગોળીબાર ચલાવવામાં આવી, 3 લોકોના મોત
આ પણ વાંચો:મેક્સિકોમાં ગોળીબાર થતાં બે બાળકો સહિત 8 લોકોનાં મોત
