Gujarat Weather/ રાજ્યમાં તીવ્ર ગરમીનો પ્રકોપ, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન, અનેક શહેરોમાં 42 ડિગ્રીથી વધુ

ગુજરાતમાં ગરમી (Heatwave) અને ઉકળાટ સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 44.5°C સાથે રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું.હવામાન વિભાગએ આગામી 4થી 5 દિવસ સુધી ગરમી અને ભેજવાળા વાતાવરણની આગાહી કરી છે.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather:ગુજરાતમાં ગરમી (Heatwave) અને ઉકળાટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ભેજવાળી ગરમી વધુ ત્રાસદાયી બની શકે છે.ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.

ગુજરાતમાં હિટવેવ(Heatwave)નો ખતરો 

સૌથી વધુ ગરમી (Heatwave) સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ તાપમાન 44.5ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. રાજકોટમાં 43.5 ડિગ્રી, અમરેલીમાં 43.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં 42.1 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી જ્યારે વડોદરા અને ભુજમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલામાં 42 ડિગ્રી, સુરતમાં 41.9 ડિગ્રી અને ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વધતા તાપમાનને કારણે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 43  ડિગ્રીની વચ્ચે રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમી અત્યંત તીવ્ર જોવા મળી છે.હવામાન વિભાગ અનુસાર, આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમી (Heatwave) અને ઉકળાટનું મિશ્રિત વાતાવરણ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે લોકોને ‘રિયલ ફીલ’ તાપમાન વાસ્તવિક તાપમાન કરતાં વધુ અનુભવાઈ રહ્યું છે.કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીવ્ર ગરમીની આગાહી છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું ?

આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો કહેર, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો તમારા શહેરનું તાપમાન કેટલું છે

આ પણ વાંચો :ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર, પરંતુ શું વધશે ઉકળાટ,બફારો! હવામાન વિભાગની મહત્વની આગાહી