Gujarat Weather Update/ ગુજરાતમાં ગરમીનો કહેર, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો તમારા શહેરનું તાપમાન કેટલું છે

ગુજરાત (Gujarat) માં ગરમી અને ઉકળાટની અસર દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં જેના કારણે લોકો ભારે ગરમીથી પરેશાન બન્યા છે

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather Update: ગુજરાતમાં ગરમી અને ઉકળાટનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં 40થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી, જ્યાં તાપમાન 43.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. અમદાવાદમાં 42 ડિગ્રી જ્યારે અમરેલીમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં પણ ગરમીનો પારો 42.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

gujarat

આ ઉપરાંત ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, કંડલામાં 41.1 ડિગ્રી અને ભુજમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 40.2 ડિગ્રી જ્યારે સુરતમાં 39.8 ડિગ્રી અને ભાવનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.


આ પણ વાંચો : વડોદરા જિલ્લામાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ

આ પણ વાંચો : નર્મદામાં બાયોગેસથી આદિવાસીઓ આત્મનિર્ભર

આ પણ વાંચો : વસ્તી ગણતરી પહેલા શિક્ષકોની મોટી માંગ