Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણોએ યુવકનો જીવ લીધો

સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓએ (Mineral Mafia) ખોદેલી ખાણે યુવકનો જીવ લીધો છે. અજય રાઠોડ નામનો યુવાન તેમા પડીને મૃત્યુ પામ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ (Mineral Mafia) એ ખોદેલી ખાણે યુવકનો જીવ (Death) લીધો છે. થાનગઢમાં ગેરકાયદેસર ખાણ (illegal Mine)માં ડૂબતા યુવકનું મોત થયું છે. તંત્રને જાણ કરવા ચતાં છ કલાક સુધી ન આવતા લોકોમાં આક્રોશ છે. અજય રાઠોડ (Ajay Rathod) નામના યુવકનું ખાણમાં ડૂબતા મોત થયું છે.

સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ (Mineral Mafia)એ યુવાનનો જીવ લીધો
સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ (Mineral Mafia)એ યુવાનનો જીવ લીધો

ખનીજ માફિયાઓ(Mineral Mafia)એ જીવ લીધો

ઘટનાના છ કલાક બાદ પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદેહ બહાર કાઢ્યો છે. એકના એક દીકરાના મોતના પગલે કુટુંબમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ગેરકાયદેસર ખનના કારણે થયેલા મૃત્યુના કારણે લોકોમાં આક્રોશની લાગણી છે. આ બતાવે છે કે ગેરકાયદેસર ખનનના કારણે સરકારને તો નુકસાન જઈ જ રહ્યુ છે, પરંતુ હવે તો લોકોના જીવ પણ જવા લાગ્યા છે.

સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ (Mineral Mafia)એ યુવાનનો જીવ લીધો
સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ (Mineral Mafia)એ યુવાનનો જીવ લીધો

ગેરકાયદે ખનન (illegal Mining) સામે લોકોનો આક્રોશ

લોકોએ માંગ કરી છે કે તંત્ર આ પ્રકારના સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાના ગેરકાયદેસર ખનન પર પ્રતિબંધ મૂકે. કોઈપણ ભોગે આ પ્રકારની ખનનની કામગીરી અટકાવે. આ પ્રકારના ખનનના કારણે હવે લોકોના જીવન ભયમાં મૂકાવવા લાગ્યા છે. ગેરકાયદે ખનનના કારણે થયેલું આ મૃત્યુ કંઇ પહેલું નથી અને જો તંત્ર હજી પણ નહીં જાગે તો છેલ્લું પણ નહીં હોય.

સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ (Mineral Mafia)એ યુવાનનો જીવ લીધો
સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ (Mineral Mafia)એ યુવાનનો જીવ લીધો

લોકોનું કહેવું છે કે આમને આમ ચાલતું રહ્યું તો છેવટે ગેરકાયદેસર ખનન કરાવવા માટે અમારે રસ્તા પર ઉતરવું પડશે. અમે ક્યાં સુધી તંત્રની નિર્બળતાનો અને અક્ષમતાનો ભોગ બનતા રહીશું. તંત્ર છેવટે તો પાડાના વાંકે પખાલીને જ ડામ દે છે. અમારે ક્યાં સુધી આ રીતે બીજાની ભૂલનો ભોગ બનતાં રહેવું પડશે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગર થાનમાં ખાણ દુર્ઘટનામાં બે ખનીજ માફિયા સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો:  સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ બેફામ, પુરાયેલી ખાણો ફરી ધમધમતાં બેનાં મોત

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાયલામાંથી ગેરકાયદે કાર્બોસેલ ઝડપાયું