Mine Mafia/ સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ બેફામ, પુરાયેલી ખાણો ફરી ધમધમતાં બેનાં મોત

ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ગેસ ગળતર થવાના કારણે બે યુવાનોના મોત થયા છે. મુળીના ધોળીયાના બંને પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. બે દિવસ..

Top Stories Gujarat Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરમાં પુરાયેલી ખાણો ફરી ધમધમતા ગેસ ગળતરની ઘટનાઓ સામે આવી છે. જેમાં સાયલાના ચોરવિરા ગામે ચોંકાવનારી ઘટના બનવા પામી છે. ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ગેસ ગળતર થવાના કારણે બે યુવાનોના મોત થયા છે. મુળીના ધોળીયાના બંને પિતરાઈ ભાઈઓના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. બે દિવસ પહેલા જ આસુન્દ્રીમાં એક મહિલા મજૂરનું મોત થયું હતું, ગંભીર ઘટનામાં તંત્ર દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવાના મામલા સામે આવી રહ્યા છે. ગેરકાયદેસર ખનન પ્રવૃતિ, રેત ચોરીના બનાવો દિનપ્રતિદિન જોવા મળી રહ્યા છે. ગેરકાયદેસર ખાડા ખોદવા, પુરેલા ખાડાને ફરીથી ખોદવા વગેરે પ્રવૃતિથી ગેસગળતરની ઘટના પણ બનતી જોવા મળી છે. ત્યારે સાયલા તાલુકાના ચોરવિરા ગામે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં ગેસ ગળતર થવાના કારણે બે મજૂરીકામ કરતા યુવાનોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ ચોરવીરાના જમીન માલિક પીઠાભાઈ દલિતની જમીનમાં બાબુભાઇ રબારી ગેરકાયદેસર રીતે કોલસાની ખાણ ચાલવતા હતા. મુળીના ધોળીયામાં રહેતા બંને પિતરાઈ ભાઈઓ ખાણમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન ગેસ ગળતર થવાના કારણે બે યુવકોના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. થોડા દિવસ અગાઉ જ ખાખરાથળમાં એક રાસીગપર મુળીના મજૂરનું મોત થયું હતું.

ત્યારે દેવપરા મુળી જેવી જ ચોરવિરા ગામમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. બે દિવસ પહેલા જ આસુન્દ્રીમાં એક મહિલા મજૂરનું મોત થયું હતું, ગંભીર ઘટનામાં તંત્ર દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ધોળીયાના હર્ષદ બચુભાઈ બાટીયા અને હર્ષદ મનસુખભાઇ બાટીયાના કરૂણ મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

ખાણોમાં મજૂરોના સતત મોતનો સિલસિલો ચાલુ રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ બાબતે કલેક્ટર વિભાગ, પોલીસ વિભાગ, ખાણ ખનીજ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના ખાણમાફિયાઓ વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા નથી તેમજ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે ખાણોમાં કામ કરતા મજૂરોના મોતની જવાબદારી કોની?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત