Surendranagar News/ લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ

ચોરણીયા નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ થયા છે,

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર(Surendranagar)ના લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત (Accident) સર્જાતા 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ થયા છે. 57 જેટલા બાળકોને લઈ જતી ટ્રાવેલ્સમાં વિદ્યાર્થીઓ(Students)ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત થયો છે. ચોરણીયા નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ થયા છે, ગેરકાયદે ડીવાઈડરને લઇને અવારનવાર અકસ્માત સર્જાય છે. લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન અકસ્માત નડ્યો છે. ટ્રાવેલ્સમાં 57 જેટલા બાળકો સવાર હતાં.  વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં સ્કૂલ રીક્ષા ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધી હતો. જેમાં બે વિદ્યાર્થીઓ અને બાઇક ચાલકને ઇજા થઈ હતી. ભેસ્તાન વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં સ્કૂલ રીક્ષા ચાલકે બાઈક ચાલાકને અડફેટે લીધો હતો. આ અકસ્માત થતા બે વિદ્યાર્થીઓ અને બાઈક ચાલાકને પણ ઇજા થઈ હતી. લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી હતી. પોલીસેને ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી હતી. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્કૂલ રીક્ષા ચાલકે બાઈક ચાલાકને લીધી અડફેટે, બે વિદ્યાર્થીઓને ઇજાગ્રસ્તો

આ પણ વાંચો:હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી

આ પણ વાંચો:પુરીમાં જગન્નાથજીની રથયાત્રામાં નાસભાગથી 450થી વધુ લોકો ઇજાગ્રસ્ત, એક શ્રદ્ધાળુનું મોત