Gandhinagar News: રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી (Elections) આગામી સમયમાં યોજવાની થાય છે.
આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી માટે તા. 23-03-2026ના રોજ સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓએ સ્થાનિક કક્ષાએ મતદારયાદી (Voter List)ની પ્રાથમિક યાદી પ્રસિદ્ધિ કરેલ છે. જેમાં સમાવિષ્ટ મતદારોની સંખ્યા નીચે મુજબ છે.
ચૂંટણી (Elections) સંબંધિત મતદારયાદી
| ક્રમ | સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું નામ | પુરુષ મતદારો | સ્ત્રી મતદારો | અન્ય | કુલ મતદારો |
| ૧ | 15 મહાનગરપાલિકાઓ | 5716597 | 5322059 | 475 | 11039131 |
| ૨ | 84 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી / 11 નગરપાલિકાની 13 બેઠકો (પેટા ચૂંટણી) | 1732256 | 1633815 | 259 | 3366330 |
| ૩ | 34 જિલ્લા / 260 તાલુકા પંચાયતો | 14166780 | 13315346 | 231 | 27482357 |
આ પણ વાંચો: કચ્છ મતદાર યાદીમાં મોટો ફેરફાર: 1.94 લાખ નામ ઘટ્યાં, કુલ 14.76 લાખ મતદારો
આ પણ વાંચો: ગુજરાત SIR બાદ અંતિમ મતદાર યાદી જાહેર, 68 લાખ નામ કમી, 9.56 લાખ નવા મતદારો ઉમેરાયા
આ પણ વાંચો: રાજકોટમાં SIR બાદ 2.95 લાખ મતદારોના નામ રદ, મતદાર યાદીમાં મોટો ફેરફાર
