Morbi: મોરબી જિલ્લામાં હળવદના ઢવાણા ગામે ટ્રે્ક્ટરમાં તણાઈ જવાની દુર્ઘટનામાં વોકળામાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતો માટે સરકારશ્રીએ સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે હાલ સરકાર દ્વારા આ મૃતકો માટે સી.એમ. રાહત ફંડમાંથી રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે જેની મોરબી પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મોરબી ખાતેથી જાહેરાત કરી હતી.
મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત ૨૫ તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાં ટ્રેકટર તણાયું હતું જેમાં ૧૭ લોકો સવાર હતા. જેમાંથી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા ૯ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય લોકોની શોધખોળ માટેનાં પ્રયાસો ચાલુ છે, જેમાં એન.ડી.આર.એફ.ની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે.
સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોના પરિવારજનોને રૂ. ૪-૪ લાખ ચુકવવામાં આવશે. આ સહાયની મોરબી ખાતે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જાહેરાત કરી હતી. રાજકોટમાં ત્રણ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને (Heavy Rain)કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એમાંનું એક છે શહેરના સોરઠિયાવાડી સર્કલ (Sorathiyavadi Circle) પાસે આવેલો લલુડી વોકળી વિસ્તાર, જ્યાં વરસાદને કારણે 15 ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં અને એને કારણે ત્યાં ઘરોમાં રહેતા 2000 જેટલા લોકો ફસાઇ ગયા હતા. જોકે આજે આ વિસ્તારમાંથી ધીમે ધીમે પાણી ઊતરી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કાર્યકરોને અપીલ
આ પણ વાંચો: સુરતમાં પાણી ભરાવવાનું કારણ, જળસ્ત્રોતો પર અતિક્રમણ
આ પણ વાંચો: નવા સંસદ ભવનમાં ઘૂસી ગયા પાણી, જ્યારે ઉઠ્યા સવાલો,જાણો લોકસભા સચિવાલયે શું આપ્યો જવાબ?
