ATS/ કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ વધુ 3 આરોપીઓની કરી ધરપકડ,જાણો વિગત

ગુજરાત એટીએસે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓની ધરપકડનો સિલસિલો યથાવત છે

Top Stories Gujarat

ધંધુકામાં કિશન ભરવાડ કેસમાં પોલીસ સક્રીય ભૂમિકા ભજવી રહી છે અને પાકિસ્તાન કનેકસન સામે આવ્યા બાદ તંત્રએ આ  કેસમાં સામેલ તમામ આરોપીઓની હાલ ધરપકડ કરી રહી છે ,કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરી રહી છે. ગુજરાત એટીએસે કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ અને મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી. હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 10 લોકો એટીએસના હાથે લાગ્યા છે. જેમાં બે મૌલાના પણ સામેલ

ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસમાં પહેલા તે શબ્બીરને ઓળખતો ન હોવાની કેફિયત કરી હતી. પરંતુ બાદમાં શબ્બીર સામે આવતા જ તેણે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો. શબ્બીર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો. તેના બાદ બંને મળ્યા હતા. કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો. તેના બાદ અમદાવાદમાં મૌલાના કમરગની, મૌલાના અય્યુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે એક મુલાકાત થઈ હતી.