Ahmedabad News/ અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી

પુષ્કર ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગની જ્વાળાઓથી નુકસાન થયું હતું.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ (Fire) લાગી હતી, જેમાં 60 ટન લાકડામાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના લાંભા વિસ્તારમાં આજે વહેલી સવારે 60 ટન લાકડામાં એકાએક આગ પ્રસરી ગઈ હતી,  પુષ્કર ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગની જ્વાળાઓથી નુકસાન થયું હતું. આગ કેવી રીતે લાગી તેનું કારણ શોધી શકાયું નથી. આગ લાગતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને 23 જેટલા ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. વહેલી સવારથી લાગેલી આગમાં લાખોનું નુકસાન થવા પામ્યું છે.

થોડા દિવસ પહેલા પ્રહલાદનગર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોદામમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકના ગોદામમાં આગ લાગવાના કારણે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.  ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ ઓલવવા માટે 5 થી વધુ ફાયર એન્જિન કામ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈમાં 11 માળની ઈમારતમાં ભીષણ આગ,બે મહિલાઓના મોત, 3ની હાલત સ્થિર

આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં ભીષણ આગ, 25 ઝૂંપડા બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:કોઈએ બહારથી આગ ફેંકી હતી’ મહાકુંભમાં ભીષણ આગ મામલે ગીતા પ્રેસના ટ્રસ્ટીનો દાવો