Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અવૈધ રેતી ખનન કેસમાં IAS ચંદ્રકલાના લોકર અને બેંક ખાતા સીઝ, કેસ દાખલ

નવી દિલ્હી: અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓના મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલાના લોકર અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં […]

January 5, 2019harshjit jani
Top Stories India Trending
In illegal sand mining case, IAS Chandrakala’s locker and bank account Seizs, filed the case

નવી દિલ્હી: અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓના મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈ દ્વારા IAS ચંદ્રકલાના લોકર અને બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.

અવૈધ રેતી ખનન મામલે સીબીઆઈએ શનિવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અવૈધ રેતી ખનનની સામે અભિયાન ચલાવનાર મહિલા આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા સહીત વરિષ્ઠ અધિકારીઓના ઘરે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈએ ઉત્તર પ્રદેશના જાલૌન, હમીરપુર, લખનઉ, નોઈડા ઉપરાંત દિલ્હી સહીત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઈએ બીજી જાન્યુઆરીએ કરી હતી એફઆઈઆર

સીબીઆઈએ આ મામલામાં 11 સરકારી અને કેટલીક ખાનગી વ્યક્તિઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હકીકતમાં 31-05-2012ના રોજ એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે ઈ-ટેન્ડર મારફત બહાર પાડવામાં આવ્યું ન હતું. જેના કારણે આ મામલાને કોર્ટ દ્વારા ઘણી ગંભીરતાથી લઈને સીબીઆઈને તપાસ સોંપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

આજે સીબીઆઈને બે લોકરની જાણકારી મળી હતી. જેમાં એક નોઈડા અને એક લખનઉમાં મળ્યું છે. આ લોકરોમાંથી એક આઈએએસ બી. ચંદ્રકલા એન બીજું માઈનિંગ લીઝ હોલ્ડર આદિલ ખાનનું છે. આ મામલે સીબીઆઈ દ્વારા આઈએએસ બી. ચંદ્રકલાના એક લોકર અને બે બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.

એફઆઈઆરના આધારે અખિલેશ યાદવની થઈ શકે છે પૂછપરછ

આ મામલામાં સીબીઆઈએ બીજી જાન્યુઆરીના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. આ એફઆઈઆરમાં તત્કાલિન ખાણ ખનીજ મંત્રી ગાયત્રી પ્રજાપતિના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે એવા પણ સમાચાર છે કે, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નામનો પણ આ એફઆઈઆરમાં ઉલ્લેખ હોવાની વાત સામે આવી રહી છે અને આ મામલામાં તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

જેને ત્યાં દરોડા પડ્યા છે તે આરોપીઓના નામ

મોઈનુદ્દીન (જિયોલોલિસ્ટ)

રમેશ કુમાર મિશ્ર (એમએલસી) અને દિનેશ કુમાર મિશ્ર (બંને ભાઈ છે)

અંબિકા તિવારી (હમીરપુર વતની)

રામાશ્રય પ્રજાપતિ (પૂર્વ ખનન કલાર્ક)

સંજય દીક્ષિત (બીએસપીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે)

સંજય દીક્ષિતના પિતા સત્યદેવ દીક્ષિત

સંજય દીક્ષિતની પત્ની (એફઆઈઆરમાં નામ નથી પણ તેને ત્યાં દરોડા પડ્યા)

રામ અવતાર સિંહ (સિનિયર કલાર્ક-જાલૌન)

 

Post navigation

કચ્‍છને પાણી પૂરૂ પાડતાં ટપ્‍પર ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે: મુખ્યમંત્રી 
જાપાન: હોટલના માલિકે ૨૧.૫ કરોડમાં ખરીદી આ સ્વાદિષ્ટ માછલી

More Posts

Not Set/ ‘ખોદા પહાડ નિકલા હાથી’ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે 39 દેશોમાંથી શોધી કાઢી 125 કરોડની જાહેર ન થયેલી ઇન્કમ

August 3, 2018August 3, 2018Jay Mehta

Not Set/ ઈમરાન સરકાર પાકિસ્તાનની આર્થિક સ્થિતિને સુધારવા દુબઈ એક્સપોમાં સરકારી સંપત્તિઓનું કરશે વેચાણ

December 6, 2019December 6, 2019hardik shah

Not Set/ જો આવું થાય તો રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાજપને પડી શકે છે મોટો ફટકો…!

June 15, 2022padma prajay

Ajab Gajab News/ 20 વર્ષ પછી કબરમાંથી હાડપિંજર કાઢી અને ગિટાર બનાવનાર કોણ? જેને YouTube પ્રિન્સ કહેવામાં આવે છે

November 30, 2024November 30, 2024Mansi Panara

Ahmedabad News/ ‘માય બ્યુટિફૂલ બ્રધર જસપ્રીત’: ક્રિસ માર્ટિને ફાસ્ટ બોલર માટે કેટલીક પંક્તિઓ પણ ગાઈ

January 27, 2025January 27, 2025Komal Patel
Cockroach Janata Party

National News/ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી

June 6, 2026June 6, 2026Kavita Solanki

Tech News/ સરકારે કરોડો iPhone યુઝર્સને આપી ચેતવણી, પોતાને બચાવવા માટે તરત જ કરો આ કામ

September 23, 2024Mansi Panara
VCE Bribe Case: 200ની લાંચ લેતા ઝડપાયો

Patan News/ સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.200ની લાંચ લેતા VCE ઝડપાયો!

August 3, 2026Jaymin Dhiman

Accident/ પ્રતાપગઢમાં જાનૈયાઓથી ભરેલી બોલેરો ટ્રક સાથે અથડાઈ, 14 નાં મોત

November 20, 2020November 20, 2020Maya Sindhav

Not Set/ લખનઉ શૂટઆઉટ મામલે માયાવતીએ સરકાર પર બોલ્યો હુમલો, કહ્યું,”યોગી રાજમાં બ્રાહ્મણોનું થઇ રહ્યું છે શોષણ”

October 1, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy