વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન તા. ૮ થી ૧૦ એપ્રિલના દિવસોએ પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠ ના દર્શનનો લાભ લેશે. આજથી ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે અને ચારે તરફ ભક્તિ તેમજ આનંદમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે તો સાંજે મુખ્યમંત્રી અંબાજી પહોચી આદ્યશક્તિની આરાધના કરીને ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું લોકાર્પણ કરશે. આ શો શક્તિપીઠ અંબાજીનું એક નજરાણું બની જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિક્રમાના પ્રારંભ અવસરે સાંજે અંબાજી ધામ પહોચીને આદ્યશક્તિ અંબાના પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું લોકાર્પણ કરશે. સાથે સાથે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂ.૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા રિનોવેશન કાર્યો અને યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરશે. ગબ્બર ખાતેના સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન અને અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ પણ કરશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ મુખ્યમંત્રીના હસ્તે લોંન્ચ કરવામાં આવશે.
૫૧ શક્તિપીઠ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ અંતર્ગત તારીખ ૮ એપ્રિલના રોજ સવારે-૬.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પુજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે. ત્યારબાદ સવારે-૭.૦૦ થી બપોરે-૧૧.૦૦ સુધી શોભાયાત્રા/ જ્યોત યાત્રા અને પરિક્રમા યાત્રા યોજાશે. જેમાં ગબ્બર ગેટ સર્કલથી સર્કલથી ગબ્બર પ્રવેશદ્વાર સુધી આદિવાસી આશ્રમશાળા, અંબાજીની ૫૧ દિકરીઓ દ્વારા કળશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. સવારે-૯.૦૦ થી સાંજે-૫.૦૦ સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-૧૦.૦૦ થી સાંજે-૪.૦૦ સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સત્સંગ કાર્યક્રમો યોજાશે. આરતીમાં સાંજે-૬.૩૦ કલાકે મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે.
ચૈત્રી સુદ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે તા. ૯ એપ્રિલના રોજ સવારે-૯.૦૦ થી બીજા દિવસ ૯.૦૦ સુધી (૨૪ કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના ૬૪૬ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવશે. સવારે-૯.૦૦ થી બપોરે-૧.૦૦ સુધી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજાશે. સવારે-૯.૦૦ થી સાંજે-૫.૦૦ સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે તથા સવારે-૧૦.૦૦ થી સાંજે-૪.૦૦ સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સત્સંગ કાર્યક્રમો યોજાશે.
તા. ૧૦ એપ્રિલના રોજ સવારે-૯.૦૦ થી બીજા દિવસ ૯.૦૦ સુધી (૨૪ કલાક) અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાલખી યાત્રા કરવામાં આવશે. સવારે-૯.૦૦ થી સાંજે-૫.૦૦ સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-૫ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. જેમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જોડાશે.
આ પણ વાંચો:સ્વાભિમાની પક્ષનું સ્વાભિમાન જાગ્યું ?, મહાવિકાસ અઘાડી સાથે ફાડ્યો છેડો.
આ પણ વાંચો:એક અઠવાડિયામાં તમારા વિભાગનો પ્રેક્ટીકલ એક્શન પ્લાન આપો
આ પણ વાંચો :ભોજન, ઈંઘણ અને અન્યજરૂરી વસ્તુઓની અછત વર્તાઈ રહી છે
આ પણ વાંચો :એક એવા ગામ વિશે જાણો જ્યાં લોકો ઘરને કવર કરે છે
