આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ છેલ્લા ગણા વર્ષોથી જેલમાં છે તેઓ જેલમાંથી જામીન પર બહાર નીકળવવા માટે અવનવી તરકીબ અપનાવતા હોય છે પરતું દરેક સમયે તેમની તરકીબોને કોર્ટ જાકારો આપી દે છે.ફરી એકવાર નારાયણ સાંઇ સામે જામીન મેળવવા માટે અપનાવેલી યુક્તિ તેમના પર ભારે પડિ છે. આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.. ખોટા સર્ટિફિકેટ અંગે હાઇકોર્ટને જાણ થતાં સોલામાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં નારાયણ સાંઈ જેલમાં છે. જેલમાંથી જામીન મેળવવા નારાયણ સાઈએ માતાની માંદગીનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું. રજૂ કરેલ સર્ટિફિકેટ ચકાસવા હાઇકોર્ટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો. ભરૂચ એસપીએ સર્ટિફિકેટ ચેક કરતા તેમાં કેટલાક સુધારા વધારા કર્યા હતા. જેથી સર્ટિફિકેટ અસલના હોવાનું જાણવા મળ્યું હતું.
આ સંદર્ભે ભરૂચ એસપીએ હાઇકોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ મામલે ડેપ્યુટી રજીસ્ટારને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જેથી હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટારે સોલા હાઇકોર્ટમાં નારાયણ સાઈ સામે ફરિયાદ નોંધાવી છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
