કર્ણાટકના મેંગલુરુમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવ્યો છે. અહીં ફૂટપાથ પર ચાલીને જઈ રહેલા પાંચ લોકોને ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં એક ઝડપી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલોમાં મહિલાઓ અને છોકરીઓનો સમાવેશ થાય છે
સીસીટીવી ફૂટેજમાં લોકો મેંગલુરુમાં મન્નાગુડ્ડા જંક્શન પાસે ફૂટપાથ પર ચાલતા જોઈ શકાય છે. ત્યારે અચાનક એક કાર આવે છે અને ફૂટપાથ પર પાંચ લોકો (બે મહિલાઓ અને ત્રણ છોકરીઓ)ને ટક્કર મારે છે.
VIDEO | A woman died and four others were left injured after a speeding car drove onto the footpath and hit pedestrians near Mannagudda junction in Karnataka's Mangaluru earlier today.
(Disclaimer: Disturbing visuals, viewer discretion is advised.)
(Source: Third Party) pic.twitter.com/DegX9AudNE
— Press Trust of India (@PTI_News) October 18, 2023
પોલીસે જણાવ્યું કે હ્યુન્ડાઈ ઈઓન કાર કમલેશ બલદેવ ચલાવતો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાછળથી આવી રહેલી કારે પહેલા ચાર લોકોને ટક્કર મારી હતી. એક મહિલાને કચડી નાખ્યા બાદ બીજી મહિલાને ટક્કર મારી હતી, જેણે પણ કારને નજીક આવતી જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, કાર ફૂટપાથ પરના પોલ સાથે અથડાઈ. બાદમાં, કાર ચાલક ડિવાઈડર સાથે અથડાતા પહેલા મહિલાને થોડા મીટર સુધી ખેંચી જાય છે.
ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી
ઘટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી. વાહનો થંભી ગયા અને લોકો ઘાયલોને મદદ કરવા દોડ્યા. એક મહિલા ઊભી થઈ, પણ લંગડાતી હતી. આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ઓટોમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં 23 વર્ષની રૂપશ્રીનું મોત થયું હતું. પોલીસે બેદરકારીથી મૃત્યુ સહિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: Gyanvapi Case/ શું જ્ઞાનવાપીમાં પૂજા કરવાની પરવાનગી મળશે?
આ પણ વાંચો: ODI World Cup 2023/ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ જંગ, કેવી છે પુણેની પીચ?
આ પણ વાંચો: Ahmedabad/ IT વિભાગની કાર્યવાહી, ગુજરાતમાંથી 500 બેનામી પ્રોપર્ટી શોધી કાઢી

