Amreli News: જિલ્લામાં વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાંદગઢ સીમ વિસ્તારમાં શેત્રુંજી નદીના પટ પાસે પેટ્રોલિંગ કરી રહેલી વન વિભાગની ટ્રેકર્સ ટીમ પર અચાનક સિંહણ (Amreli Lioness Attack) ત્રાટકતા એક ટ્રેકર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, સાથે રહેલા અન્ય ટ્રેકર્સે સમયસૂચકતા દાખવીને સાથી કર્મચારીને સિંહણના પંજામાંથી છોડાવ્યો હતો.
Amreli Lioness Attack: પેટ્રોલિંગ દરમિયાન અચાનક સામે આવી સિંહણ
મળતી માહિતી મુજબ, વન વિભાગના ત્રણ ટ્રેકર્સ ચાંદગઢ સીમ વિસ્તારમાં પોતાના નિયમિત રૂટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન શેત્રુંજી નદી તરફથી આવેલી સિંહણ અચાનક તેમની સામે આવી હતી અને ટ્રેકર્સ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ટ્રેકર્સને સંભાળવાનો સમય મળ્યો નહોતો. સિંહણના હુમલા (Amreli Lioness Attack)માં ટ્રેકર ગોસાભાઈ ઈજાગ્રસ્ત થયા હતા.
સાથીદારોએ હિંમત દાખવી બચાવ કર્યો
સિંહણે ગોસાભાઈ પર હુમલો કરતાં તેમની સાથે રહેલા અન્ય ટ્રેકર્સે હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. બંને સાથીદારોએ તાત્કાલિક બચાવ પ્રયાસ કરીને ગોસાભાઈને સિંહણ (Amreli Lioness Attack)ના પંજામાંથી છોડાવ્યા હતા. બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગોસાભાઈને તાત્કાલિક સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
સિંહણની ગતિવિધિઓ પર વન વિભાગની નજર
ઘટના બાદ ચાંદગઢ સીમ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ, વન વિભાગે સિંહણની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વધારાની ટીમોને તૈનાત કરી છે. વન વિભાગની ટીમો દ્વારા સિંહણ (Amreli Lioness Attack) કયા વિસ્તારમાં ફરી રહી છે અને તેની અવરજવર કઈ દિશામાં છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. માનવ વસાહત કે ખેડૂતોના ખેતરો તરફ સિંહણ ન પહોંચે તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:વિસાવદરમાં વનરાજાની દહેશત: વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો, માસૂમ બાળકનું મોત
આ પણ વાંચો:અમરેલીમાં સિંહણનો જીવલેણ હુમલો: દાદાની નજર સામે 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ, 1 કિમી દૂર મળ્યા અવશેષો
આ પણ વાંચો:અમરેલીના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલો: 7 વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ
