Ahmedabad News/ ઉત્તરપ્રદેશના હિડન એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફલાઈટમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ ફરીથી જોખમમાં, ટેકઓફ અટકાવાયુ

ફ્લાઈટમાં ટેકઓફ પહેલા આ ખામી જોવા મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે

Top Stories India

Ahmedabad News : અમદાવાદ વિમાન દુર્ઘટનાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનમાં ટેકેનિકલ ખામી સર્જાઈ હતી. જેને પગલે મુસાફરોથી ભરેલી ફ્લાઈટને ઉડાન ભરતા અટકાવાઈ હતી. ફ્લાઈટમાં ટેકઓફ પહેલા આ ખામી જોવા મળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

એર ઇન્ડિયાની ફ્લાઇટ્સની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ પહેલા જ રોકી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આવું કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX 1511 ને ટેકઓફ કરવાથી રોકવામાં આવી છે. આ ફ્લાઇટ ગાઝિયાબાદથી કોલકાતા જવાની હતી, પરંતુ પછી તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ. ત્યારબાદ, આ ફ્લાઇટનું ટેકઓફ અટકાવી દેવામાં આવ્યું.વિમાન 1 કલાકથી રનવે પર ઊભું છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસના આ વિમાનને રિપેર કરવામાં એન્જિનિયરો વ્યસ્ત છે. એવું કહેવાય છે કે વિમાન છેલ્લા 1 કલાકથી રનવે પર ઉભું છે. જ્યાં એન્જિનીયરો કામમાં વ્યસ્ત છે. તે સિવાય એરપોર્ટ ઓથોરિટી પોતે ઘટનાસ્થળે હાજર છે. ઓથોરિટીનું કહેવું છે કે ટેકનિકલ ખામી દૂર થયા પછી જ વિમાનને રવાના કરવામાં આવશે.પાયલોટની બુદ્ધિમત્તાએ 100 મુસાફરોના જીવ બચાવ્યા
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વિમાનમાં કોલકાતા જઈ રહેલા લગભગ 100 મુસાફરો હતા. આ દરમિયાન, જ્યારે પાયલટે વિમાન શરૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કંઈક સમસ્યા જણાઈ. આ પછી, તેણે સ્થાનિક એરપોર્ટ ઓથોરિટીને આ અંગે જાણ કરી. આ માહિતીથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો. વિમાનમાં સવાર ક્રૂ સભ્યોએ કોઈક રીતે તેમને શાંત પાડ્યા અને એક પછી એક તેમને વિમાનમાંથી નીચે ઉતાર્યા.

  આ સંદર્ભે એર ઇન્ડિયા એક્સપ્રેસ તરફથી એક નિવેદન આવ્યું છે. જેમાં તેમનું કહેવું છે કે ટેકનિકલ ખામીને કારણે અમારી કોલકાતા-હિંડન ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી ઉડાન ભરશે. આ સમસ્યાને કારણે મુસાફરોને તેમની ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ તેઓ દિલગીર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  12જૂનના રોજ બપોર સમય 1:40 વાગ્યે અમદાવાદના મેઘનાનીનગર વિસ્તારમાં લંડન જતું વિમાન તૂટી પડ્યું હચું. જેમાં 250થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું હતું.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?