Jharkhand News: ઝારખંડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવારે સાંજે, લાતેહાર જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દેઢટંગવા ખીણમાં ગમખ્વાર અકસ્માત (Container Auto Accident) સર્જાયો હતો. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. લોહરદગા-ચંદવા હાઈવે પર તેજ ગતિએ આવતા કન્ટેનરે કાબુ ગુમાવ્યો હતો અને એક રિક્ષા પર પલટી મારતા અખસ્માત સર્જાયો હતો.
રિક્ષા- કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત | Container Auto Accident
રિક્ષા કન્ટેનર નીચે કચડી ગઈ હતી, જેના કારણે તેનું આખી રિક્ષા કોકળુ વળી ગઈ હતી.આ અકસ્માતમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ષામાં બેઠેસા મુસાફરોના મૃતદેહ કચડાઈ ગયા હતા. અકસ્માત બાદ પોલીસ અને બચાવ ટીમે તેમને બહાર કાઢ્યા હતા.

રિક્ષાના કાટમાળમાં ફસાયેલા મૃતદેહને કાઢવા ખૂબ મુશ્કેલ હતું. કન્ટેનરને દૂર કરવા અને તેની નીચે રિક્ષા નીચે દટાયેલા મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેક મૃતદેહને ખૂબ કાળજી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળનું દ્રશ્ય એટલું વિચલિત કરનારું હતું કે હાજર લોકોને અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે દેખાય છે.
રસ્તા પર કાટમાળ, વાહન વ્યવ્યહાર ઠપ
અકસ્માત બાદ, લોહરદગા-ચંદવા હાઈવે પર વાહનોનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. હાઈવેની બાજુમાં કન્ટેનર અને રિક્ષાનો કાટમાળ પથરાયેલા હતા, જે અકસ્માતની ભયાનકતા વર્ણવે છે. કાટમાળ અને ક્ષતિગ્રસ્ત માલ રસ્તા પર પથરાયેલો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને બચાવ કામગીરી અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: કાંકરેજમાં ટ્રેલરની ટક્કરે લીધો 4 વર્ષના બાળકનો જીવ, અકસ્માતોથી ત્રસ્ત ગ્રામજનોએ ઓવરબ્રિજની માંગ કરી
આ પણ વાંચો: લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ જતા 15 બાળકોની વાનનો અકસ્માત! ડ્રાઇવરને ખેંચ આવતા ડિવાઇડર સાથે અથડાઈ
