Banaskantha News/ કાંકરેજમાં ટ્રેલરની ટક્કરે લીધો 4 વર્ષના બાળકનો જીવ, અકસ્માતોથી ત્રસ્ત ગ્રામજનોએ ઓવરબ્રિજની માંગ કરી

Kankrej Accident: બનાસકાંઠાના કાંકરેજમાં ખેમાણા-શિહોરી હાઈવે પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 4 વર્ષના બાળકનું મોત થયું. વારંવાર થતા અકસ્માતોથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ચેખલા રોડ પર ઓવરબ્રિજની માંગ કરી.

Gujarat Top Stories Others
Kankrej Accident: ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 4 વર્ષના બાળકનું મોત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખેમાણા-શિહોરી હાઈવે પર ગંભીર માર્ગ (Kankrej Accident) અકસ્માત સર્જાયો છે. ચેખલા પાટીયા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર અને બાઈક વચ્ચે ટક્કર થતાં ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું (Trailer Bike Accident) હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Kankrej Accident: ઈજાગ્રસ્તને ધારપુર હોસ્પિટલ ખસેડાયો

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘટનાના કારણે ચેખલા અને આસપાસના વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.

વારંવાર થતા અકસ્માતોથી ગ્રામજનોમાં રોષ

ચેખલા ગામના સ્થાનિકોનો (Chekhla Patiya Accident) આક્ષેપ છે કે ખેમાણા-શિહોરી હાઈવે પર આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. તાજેતરના અકસ્માતમાં માસૂમ બાળકનું મોત થતાં (Child Death Accident) ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.સ્થાનિકોએ માર્ગ સલામતી માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે.

ચેખલા રોડ પર ઓવરબ્રિજ બનાવવાની માંગ

ગ્રામજનોએ ચેખલા રોડ પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે માર્ગ પર વધતા ટ્રાફિક અને વારંવાર સર્જાતા અકસ્માતોને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગને લઈને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત

આ પણ વાંચો: માફિયા અતીક અહેમદના પુત્ર અબાનના અકસ્માતનો LIVE વીડિયો વાયરલ

આ પણ વાંચો: રોડના ખાડાથી અકસ્માતમાં મોત થાય તો વળતર મળે? જાણો કાયદો અને નિયમ