ભોપાલ,
ભોપાલની સેશન્સ કોર્ટે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે. આ કેસની સુનાવણીમાં કોર્ટે ગણતરીના દિવસોમાં જ નિર્ણય સંભળાવી દીધો છે.એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કુમુદિની પટેલે માત્ર 32 દિવસમાં જ આ ચુકાદો આપી ઇતિહાસ રચ્યો હતો.આ
કમલાનગરમાં વિષ્ણુ બામોરે નામના યુવકે 8 જુને બાળકી સાથે રેપ કરી તેની હત્યા કરી હતી.ઘટનાના બીજા દિવસે આ માસુમની લાશ નાળાની બાજુમાં મળી આવી હતી.
33 વર્ષના વિષ્ણુ બામોરેને રેપની કલમ 376,અકુદરતી સેક્સની કલમ 377 અને હત્યાની કલમ 302 હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
આ મામલામાં પોલીસે 17 જુને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.પોલીસે 40 લોકોને સાક્ષી બનાવ્યા હતા. કોર્ટે વિષ્ણુ બામોરેને બાળકી સાથે બળજબરી સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અને ત્યારબાદ તેની હત્યા કરવાના કેસમાં દોષી માન્યો છે.
ભોપાલ પોલીસે ઘટના બાદ વિષ્ણુ બામોરાની ખંડવાથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં એક મહીનામાં દોષીને સજા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
દોષી વિષ્ણુ બાળકીના પાડોશમાં જ રહેતો હતો. બાળકી ઘરેથી સામાન લેવા માટે બહાર નીકળી હતી, ત્યારે જ આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. પોલીસને વિષ્ણુના ઘરેથી બાળકીની બંગડીઓ અને અન્ય પુરાવાઓ મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
