Not Set/ પાટણ: એક જ્ઞાતીનાં જ બે જુથો વચ્ચે અથડામણમાં નિર્દોષ યુવક દંડાયો

પાટણના હારીજ તાલુકાના કાતરા ગામે પ્રસંગમાં આવેલા એક જ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ. જેમાં એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બંને પરિવારે સામસામે અંગત કારણોસર હુમલો કર્યો હતો જેમાં એક યુવક ઘાયલ થતા તેને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી માહિતી મુજબ હારીજ તાલુકા કાતરા ગામે કોઇ શુભ પ્રસંગમાં […]

Top Stories Gujarat Others

પાટણના હારીજ તાલુકાના કાતરા ગામે પ્રસંગમાં આવેલા એક જ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ. જેમાં એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બંને પરિવારે સામસામે અંગત કારણોસર હુમલો કર્યો હતો જેમાં એક યુવક ઘાયલ થતા તેને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ હારીજ તાલુકા કાતરા ગામે કોઇ શુભ પ્રસંગમાં આવેલ દંતાણી જ્ઞાતિના બે પરિવારો અંગત કારણોસર સામે સામે આવી જતા અથડામણ સર્જાઈ હતી. બન્ને પરિવાર વચ્ચે જરેલા તણખાની આગે પ્રસંગમાં બહાર ગામથી આવેલ યુવાને દઝાડ્યો છે. સામેસામે આવી ગયેલ બન્ને પરિવારમાંથી સ્થાનિક ઇસમ દ્રારા ધારીયા વડે હુમલો કરવામા આવતા યુવકને હાથના ભાગે જીવલેણ ઇજા થઇ હતી અને ગંભીર રીતે ઘવાતા ઇજાગ્રસ્ત ને 108 મારફત હારીજ હોસ્પિટલ લાવ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જૂથ અથડામણ મામલે  હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.