ALL THE BEST/ “મંતવ્ય ન્યૂઝ” પાઠવે છે LRDના પરીક્ષાર્થીઓને શુભેચ્છા

LRDની લેખિત પરીક્ષા બાબતે પેપર ફૂટે નહિ તે માટે તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે કેન્દ્રો ઉપર મોબાઈલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

Gujarat Exam Fever Mantavya Exclusive Education
LRD

આજે એટલેકે તારીખ 10 એપ્રિલ અને રવિવારના રોજ રાજ્યમાં LRD ની પ્રેક્ટિકલ પરીક્ષા બાદ  LRD ની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 જિલ્લાના 954 કેન્દ્રો પર 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે. LRD ની પરીક્ષા આપતા તમામ ઉમેદવારોને “મંતવ્ય ન્યૂઝ” તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવે છે. ગણતરીની કલાકોમાં આજે ત્રણ લાખ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે નિરાશાજનક બાબત એ છે કે 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

છેલ્લા કેટલાક સમયથી અનેક પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યા છે ત્યારે પરીક્ષાર્થીઓ અને તેના પરિવારજનોમાં આ પરીક્ષાનુ પેપર ફૂટે નહિ તે માટે ચિંતા જોવા મળી રહી છે. આથી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, LRD ની લેખિત પરીક્ષા બાબતે પેપર ફૂટે નહિ તે માટે તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને તમામ કેન્દ્રો ઉપર મોબાઈલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને વોશરૂમ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ મળશે નહિ.

નોંધનીય છે કે ગુજરાતમાં એલઆરડીની પરીક્ષાને ધ્યાનમાં લઈ એસટી નિગમ દ્વારા પરીક્ષાર્થીઓ માટે સવિશેષ બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પરીક્ષાને લઈ એસ.ટી.નિગમના પ્રવકતા કેડી દેસાઈએ જણાવ્યું હતું, બસમાં બેસવાને લઈ LRD Examના પરીક્ષાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :UGCનું ટ્વિટર એકાઉન્ટ હેક,છેલ્લા બે દિવસથી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ હેકર્સના નિશાના પર

આ પણ વાંચો :ભાવનગરમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા

આ પણ વાંચો :ભારતીય ખેડૂતો કેનેડામાં કેળા અને બેબીકોર્ન એક્સપોર્ટ કરવા માટે થઇ જાઓ તૈયાર

આ પણ વાંચો :ઇમરાન ખાન OUT થતાં જ તેમના નજીકના લોકો પર કાર્યવાહી,પ્રવક્તા અરસલાન ખાલિદના ઘરે દરોડા,તમામના ફોન જપ્ત