Gujarat Weather forecast/ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, ઠંડીનું જોર ઘટશે

રાજ્યમાં ઠંડી જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, શું હવે આગામી દિવસે ઠંડી ઘટશે કે જશે ?

Top Stories Ahmedabad Gujarat Breaking News

Weather Forecast News : હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. હાલમાં ઉત્તર-ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. આથી, આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને લોકોને ઠંડીથી રાહત મળશે.

મળતી માહિતી અનુસાર, આગામી 7  દિવસ વાતાવરણ સૂકું રહેશ, ઉત્તર- ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી વધવાની ધારણા છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે. રાજ્યમાં ઠંડી બસ હવે થોડા દિવસો જ રહેશે, ઠંડીનું જોર ઘટવાની શક્યતા વર્તાઈ રહી છે.

આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીની અસર ઓછી થશે. જોકે, સવાર અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનો પારો વધવાની શક્યતા, આગામી દિવસોમાં વાતાવરણ શુષ્કની શક્યતા

આ પણ વાંચો: વરસાદ સાથે ધુમ્મસનું એલર્ટઃ ઉત્તર ભારતમાં ફરી પાછી ઠંડી, જાણો દિલ્હી અન્ય શહેરોની સ્થિતિ

આ પણ વાંચો: ઠંડીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી