Weather Forecast News : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જોકે, ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ શકે છે. હાલમાં રાજ્યમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદમાં 31.8 ડિગ્રી મહત્તમ અને 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યનું સૌથી ઠંડું શહેર નલિયા હતું, જ્યાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને માવઠાની કોઈ શક્યતા નથી. જોકે પશ્ચિમી વિક્ષેપોને કારણે રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપ આવવાને લીધે હવામાનમાં પલટો આવશે. રાજસ્થાનના ભાગોમાં એક સાઈક્લોનિક સર્કુલેશન રચાશે. બંગાળના ભાગમાં એક એન્ટી સાયક્લોન બનશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે દેશના ઉત્તરીય પૂર્વિય ભાગોમાં વાદળો પહોંચશે. આ પછી પશ્ચિમી વિક્ષેપો આવશે. આ પછી 4 તારીખે (આજે) પશ્ચિમી વિક્ષેપો આવશે. આમ એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના હવામાનમાં પલટો આવશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
આ પણ વાંચો: ઠંડીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: ગુજરાત પર ફરી મંડરાયો માવઠાનો ખતરો, રાજ્યમાં ઠંડી યથાવત
આ પણ વાંચો: રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી
