Weather Forecast : ગુજરાતમાં ફરીથી માવઠાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠું પડી શકે છે. આ ઉપરાંત 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવસોમા માવઠાની ભીંતિ વર્તાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં 30 જાન્યુઆરીથી 4 ફ્રેબુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળવાની શકયતા વર્તાઈ રહી છે.
વિશેષજ્ઞોના મતે આ માવઠું ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે, ખાસ કરીને જે સમયે ખેતીના કામો ચાલી રહ્યા છે. આ દરમ્યાન ખેડૂતોને અવરોધિત માવઠા સામે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય માવઠાની અસરોથી બચવા માટે આવતીકાલના હવામાન પર સતત ધ્યાન રાખી શકાય છે.
આ પણ વાંચો: રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો થવાની શક્યતા, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠશે, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: હવામાન અપડેટઃ દિલ્હી-NCRમાં ધુમ્મસ સાથે ફરી ઠંડી પડશે, સમગ્ર ઉત્તર ભારત થરથરી જશે