Gujarat Weather/ IPLના રસિયાઓ માથે વરસાદનું વાદળ, ફરી માવઠું થવાની આગાહી

IPL સમયે માવઠાની આગાહી કરી હવામાન વિભાગે  ક્રિકેટ પ્રેમીઓને પણ ચિંતિત કરી દીધા છે.પરંતુ તેમનું કહેવું છે કે IPL દરમિયાન વરસાદ થવાની શક્યતા ખુબજ ઓછી છે.

Top Stories Ahmedabad Gujarat
IPLના

કહેવાય છે કે ચા ના રસિયાઓને જો ચા ના મળે તો તે હતાશ થઇ જતા હોય છે.ચા એમના જીવનમાં ખુબ મહત્વ ધરાવે છે  તેમ IPLના રસિયાઓના માટે પણ મેચ ખુબ જ મહત્વ ધરાવે છે. ચાના રસીયાઓ જેવી જ કંઈક હાલત  અત્યારે  IPLના ચાહકોની થઇ છે. થોડા સમય પહેલાજ 31 માર્ચે માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી હતી. જેના કારણે લોકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો.

ક્રિકેટ પ્રેમીઓ વરસાદને લઈ ચિંતિત

હાલ છેલ્લા ઘણા સમયથી  કમોસમી વરસાદ તેમજ જાપટાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. જેને અત્યાર સુધી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. પરંતુ IPL સમયે માવઠાની આગાહી કરી હવામાન વિભાગે  ક્રિકેટ પ્રેમીઓને પણ ચિંતિત કરી દીધા છે.પરંતુ તેમનું કહેવું છે કે IPL દરમિયાન વરસાદ થવાની શક્યતા ખુબજ ઓછી છે. તેમજ કાલે રાજ્યના અલગ અલગ  વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. અને વરસાદને કારણે  ઠંડક પ્રસરવાની પણ વાત કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 2 દિવસના વરસાદના વિરામ બાદ આજથી ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.

અલગ અલગ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ

ગુજરાતમાં  અલગ અલગ જગ્યા પર જેમકે ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, અમરેલી માં વરસાદની આગાહી કરી છે. તેમજ 30 માર્ચે , પાટણ, મોરબી, જામનગર, રાજકોટ,ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા,દ્વારકા, બોટાદ માં પવન અને વીજળી સાથે વરસાદ થવાની શક્યતાઓ દરસાવી છે.

 IPL ના ચાહકો માટે રાહતના સમાચાર

આ સિવાય 31 માર્ચે  પણ જોરદાર પવન સાથે વરસાદની આગાહી કરી છે. માવઠાંનું કારણ પશ્ચિમી વિક્ષેપને જણાવ્યું છે.અને તેના કારણે  થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે જેના કારણે સામાન્ય વરસાદની આગાહી રહેશે. પરંતુ  બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટશે અને ફરી પાછો તાપમાનમાં વધારો થશે.જેના કારણે IPL ના ચાહકો માટે આ રાહતના સમાચાર સાબિત થશે.

આ પણ વાંચો:G20ની બીજી ECSWGની બેઠક 27-29 માર્ચ ગુજરાતમાં યોજાશે, 30 દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ

આ પણ વાંચો:માવઠાના સ્વરૂપમાં કુદરતના પ્રહાર પછી ખેડૂત બન્યો ઠગ ટોળકીનો શિકાર

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ